Western Times News

Gujarati News

હેરીટેજ મિલ્કતો તોડનાર સામે પોલીસ ફરીયાદ કરવા માંગણી

મધ્યઝોનના ડે.કમીશ્નર અને તત્કાલીન એસ્ટેટ ઓફીસર સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગણી : હેરીટેજ મિલ્કતોની જાળવણી માટે યોગ્ય નીતિ તૈયાર કરોઃ સુરેન્દ્ર બક્ષી

 

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : દેશના પ્રથમ હેરીટેજ સીટીનો દરજજા મેળવનાર અમદાવાદ શહેરમાંથી ઐતિહાસિક મિલ્કતો ગાયબ થઈરહી છે. મ્યુનિ.એસ્ટેટ અધિકારીઓ, રાજકારણીઓ અને બિલ્ડરલોબીની ત્રિપુટીએ છેલ્લા બે વર્ષમાં પ૦૦ કરતા વધુ હેરીટેજ મિલ્કતો ગાયબ કરી છે. જેના પડઘા મનપાની સામાન્ય સભામાં પડયા હતા.

મ્યુનિ.કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં કોગી નેતા દિનેશ શર્માએ હેરીટેજ મિલ્કતોના થઈ રહેલ વ્યાપારીકરણ સામે ઉગ્ર રજુઆત કરતા જણાવ્યું હતું કે હેરીટેજ સીટીનો દરજજા મળ્યા બાદ હેરીટેજ મિલ્કતોની જાળવણીમાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. શહેરના કોટ વિસ્તારની ઐતિહાસિક મિલ્કતો તૂટી તેના સ્થાને કોર્મશીયલ મિલ્કતો બની ગઈ છે.

તેમ છતાં ઝોન ના ડે.મ્યુનિ.કમીશ્નર અને તત્કાલીન ડેપ્યુટી એસ્ટેટ ઓફીસર દ્વારા કોઈ જ નકકર કાર્યવાહી કરવામાં આવી ન હતી. હેરીટઝ વિભાગદ્વારા ૪૮૯ મિલ્કતોનો રેન્ડમ સર્વે કરવામાં આવ્યા બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.
કોટ વિસ્તારમાં પ૦ કરતા વધુ ઐતિહાસિક મિલ્કતો તૂટી ગઈ છે. ૧૧ મિલ્કતોના સ્થાને સમથળ મેદાન બની ગયા છે.

૧૩ કરતા વધુ મિલ્કતોએ હેરીટેજ વેલ્યુ ગુમાવી છે. જયારે ૩૮ મિલ્કતો તોડી તેના સ્થાને કોમર્શીયલ બિલ્ડીગ બનાવવામાં આવ્યા છે. આ તમામ પ્રક્રિયા છેલ્લા બે વર્ષ દરમ્યાન થઈ છે. ઝોન ના ડે.મ્યુનિ.કમીશ્નર ૧૦૦ ચોરસ ફૂટના કોર્મશીયલ બાંધકામ ને સીલ કરવાના દાવા કરી રહયા છે.

જયારે ઐતિહાસિક મિલ્કતો તુટીતેના સ્થાને બની ગયેલ કોમર્શીયલ મિલ્કતો સામે કાર્યવાહી થઈ જ નથી. ઝોનના પૂર્વ ડે.એસ્ટેટ ઓફીસર રમેશ દેસાઈ પણ આ મામલે જવાબદાર છે. હેરીટેજ મિલ્કતોના નિકંદન માટે જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાના બદલે તેમને પ્રમોશન આપવામાં આવી રહયા છે.

હેરીટેજ મિકલ્તોની જાળવણી માટે ખાસ પોલીસી તૈયાર કરવાની જરૂરી છે. તથા મિલ્કત તોડી તેના સ્થાને રહેણાંક ડે.કોમર્શીયલ પ્રકારના બાંધકામ કરનાર સામે પોલીસ ફરીયાદ કરવામાં આવે તેવી માંગણી પણ તેમણે કરી હતી.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વનેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ પણ આ મુદ્દે રજુઆત કરતા જણાવ્યું હતું કે હેરીટેજ મિલ્કતોનો મુદ્દો બે દાયકા જુનો છે. ૧૯૯૮થી ર૦૧૦ સુધીના સમયગાળામાં થયેલ સર્વેમાં ૧રપ૦૦ હેરીટેજ મિલ્કતો જાહેર કરવામાં આવી હતી. જયારે સેપ્ટ દ્વારા કરવામાં આવેલ સર્વેમાંથી દસ હજાર મિલ્કતો ગાયબ કરવામાં આવી હતી. દસ હજાર હેરીટેજ મિલ્કતોની હયાત પરિસ્થિતિ અંગે પણ સર્વેમાં કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. મધ્યઝોનના કોટ વિસ્તારમાં રપ૦૦ જેટલી ઐતિહાસિક મિલ્કતો છે.

મ્યુનિ. તંત્ર માત્ર સાડા પાંચ કિલોમીટરના વિસ્તારની જાળવણી કરવામાં પણ નિષ્ફળ સાબિત થયુ છે. આ વિસ્તારમાં કોમર્શીયલ બિલ્ડીંગ બનાવવા પર પ્રતિબંધ જાહેર કરવો જાઈએ. જેના કારણે કોટ વિસ્તારમાંથી પ્રદુષણ અને ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે. હેરીટેજ મિલ્કતો માટે અલગ-અલગ સમયે કરવામાં આવેલ પરીપત્રો કે કોર્ટના આદેશનો પણ અમલ થતો નથી.

પૂર્વ મ્યુનિ.કમીશ્નર આઈ.પી. ગૌતમના કાર્યકાળ દરમ્યાન હેરીટેજ મિલ્કતોની સાચવણી માટે ખાસ નીતિ તૈયાર કરવા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તેનો પણ અમલ થયો નથી. ઐતિહાસિક મિલ્કતો તોડી તેના સ્થાને અન્ય કોઈપણ પ્રકારના બાંધકામ થાય તો એસ્ટેટ અધિકારીને ચાર્જશીટ આપવા માટે પણ ભલામણ થઈ હતી.

કોર્ટ વિસ્તારમાં પ્લાન મંજૂર થયા બાદ જે બાંધકામો થાય છે. તેમાં દબાણ વધારે હોય છે. ઝોનના પૂર્વ ડે.એસ્ટેટ ઓફીસર અને ખાડીયાના વોર્ડ ઈન્સ્પેકટર ગેરકાયદેસર બાંધકામો સામે આંખ આડા કાન કર્યા હતા. જેના માઠા પરીણામ જાવા મળી રહયા છે. હેરીટેજ મિલ્કતોના સ્થાને થતા બાંધકામને દરરોજ ર૬૭ મુજબ મનાઈ ની નોટીસ આપી પોલીસ ફરીયાદ કરવા માટે પણ ભુતકાળમાં પરીપત્ર થયો હતો.

જેનો પણ અમલ કરવામાં આવતો નથી. હીરેટેજ મિલ્કતો તોડીને થતા બાંધકામને જ ગેરકાયદેસર માનીને કાર્યવાહી કરવાના બદલે સક્ષમ સતાની મંજૂરી વિના થતા તમામ પ્રકારના બાંધકામોને ગેરકાયદેસર જાહેર કરી કાર્યવાહી કરવી જરૂરી છે. તંત્ર દ્વારા ઐતિહાસિક મિલ્કતોમાં થયેલ કોમર્શીયલ બાંધકામો તોડવામાં આવી રહયા છે તે આવકારદાયક છે.

પરંતુ ત્યારબાદ શું ? સદ્દર સ્થળે મુળ  મામલા મુજબ બાંધકામ કરવામાં આવશે કે પછી ભૂતકાળની જેમ ભુ-માફીયાઓને ફરીથી કોમર્શીયલ પ્રકારના બાંધકામ કરવા માટે સમય આચરવામાં આવશે ? ઉચ્ચકક્ષાએથી દબાણ આવતા બાદ કામગીરી નો રીપોર્ટ સબમીટ કરવાનો સંતોષ માનવાના બદલે શહેરની ધરોહરને સાચવવા માટે પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.