Western Times News

Gujarati News

ભરોસો રાખી શકાય છે:તૂટી પણ શકે છે

જેમની ભાવના તેમના દ્વારા આપણને નુકસાન ન પહોંચે એવી હોય ત્યાં જ પરવા-કાળજી અને ભરોસો ખીલતા હોય છે. એવી જ રીતે જા કોઈ વ્યક્તિ આપણાં પર સંપૂર્ણ ભરોસો કરતી હોય તો એ આપણી જવાબદારી બને છે કે તેમનો ભરોસો અંકબંધ રહે. એકબીજાને નુકસાન પહોંચાડ્યા વિના સાચવી લેવાની ભાવના એટલે ભરોસો ! વિશ્વાસ, નિષ્ઠા, ભરોસો, શ્રધ્ધા અને વફાદારી, ઈમાનદારી, પ્રમાણિકતા આ બધાં શબ્દો રોજની જિંદગીમાં જિવાય છે, ઝિલાય છે અને તૂટતા પણ દેખાય છે.
એક વ્યક્તિ બીજી વ્યક્તિનો ભરોસો જીતી લે પછી તે કાયમ રાખી શકે છે એના કોઈ નીતિ-નિયમ હોતા નથી. ઘણી વખત ભરોસો તૂટી પણ શકે છે. જેમાં કોઈ જાણી જાઈને પોતાનો સ્વાર્થ પતી જાય એટલે તો કોઈ સમય સંજાગોને આધિન થઈને તોડવો પડે છે.

જયારે તમને કોઈ વ્યક્તિ વિશે સંપૂર્ણ ખાતરી થાય પછી જ આપણે એ વ્યક્તિ પર ભરોસો મૂકીએ છીએ. આવી આપણને બધાં પર્સનલ કે પ્રોફેશનલ લાઈફમાં કરતાં હોઈએ છીએ. પણ જિંદગી જેનુ નામ.. એવી ખરાબ પરિસ્થિતિ આપણી સામે લાવીને મૂકી દે ત્યારે જે વ્યક્તિ ઉપર આપણે ભરોસો મૂક્યો હોય એ ડામાડોળ થવા લાગે. અને કદાચ તૂટી પણ જાય !
જયારે તમે કોઈ વ્યક્તિ પર સંપૂર્ણ ભરોસો કરો છો તેની સાથેના ભૂતકાળના વ્યવહાર ચેક કરો. શું તે વ્યક્તિએ ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં તમને સાચવ્યા છે ? તમારી શ્રધ્ધાને અંકબંધ રાખી છે ? તમને ઠાલા વચનો આપ્યા વિના પણ તમને ખરોચ આવવા દીધી ? જવાબ જા હા હોય તો તે વ્યક્તિ પર આખી જિંદગી ભરોસો કરી શકાય છે. ભલેને આખુ વિશ્વ એક તરફ થઈ જાય છે, પણ તે વ્યક્તિ તમારી સાથે કંઈ ખોટુ થવા દેશે નહિ. એ શ્રધ્ધા તમારો સંબંધ વધુ મજબૂત બનાવી શકે છે.
આપણે સૌએ સમય સંજાગોને આધીન થવુ પડે છે અને એમાંથી રસ્તો કાઢવો પડે છે કેટલીક વખત એવુ બને કે જેના ઉપર ખૂબ ભરોસો રાખ્યો હોય તે વ્યક્તિ એવી સ્થિતિમાં સપડાઈ ગઈ હોય કે તમારો તેના ઉપરનો ભરોસો તૂટી જશે. એ વિચારથી એ ડરથી તે તમારો સામનો કરી શકતી ન હોય. બની શકે કે તે સાવ મૌન બની જાય. અને તેના આવા વર્તનથી તમારો વિશ્વાસ ડગમગવા લાગે ત્યારે તમારી જાતને પૂછજા કે આ વ્યક્તિ પર વિશ્વાસ અંકબંધ જેવો છે કે પછી તોડી નાંખવા જેવો છે.
જેના ઉપર ભરોસો મૂક્યો તે વ્યક્તિને પરિસ્થિતિ સંભાળવા માટે સમય આપવો પડે છે. એકદમથી કોઈ જાદુઈ લાકડી કે છુમંતર, જંતર-મંતરથી સંજાગો સચવાઈ જાય એવુ કદી રિયલ લાઈફમાં બનતુ નથી (અપવાદરૂપ જ કોઈ કિસ્સો હશે) ઘડિયાળના કાંટાની જેમ એની ગતિ પ્રમાણે જ ચાલવાના છે. આપણી ધીરજ આપણી સમજદારી અને તે વ્યક્તિ પરના સંપૂર્ણ વિશ્વાસથી ઘણું બધુ સચવાઈ જાય છે.

ઘણી વખત ખુલાસા આપવાની જરૂર પડતી નથી. એ સંબંધ સૌથી શ્રેષ્ઠ હોય છે. પણ બે વ્યક્તિ વચ્ચે પારદર્શકતા હોવી જરૂરી છે. જે કોઈ સંજાગો સામે આવીને ઉભા રહે એની ચર્ચા થવી જાઈએ. સંજાગો સંબંધોમાં વિશ્વાસ પેદા કરે છે અને સંજાગોથી જ સંબંધોમાં વિશ્વાસની બાદબાકી થાય છે. અમુક વ્યક્તિઓ પોતાના સ્વાર્થ ખાતર ભરોસો જીતે છે અને પછી સ્વાર્થ પૂરો થવા લાગે ત્યારે તેમના વ્યવહાર, વર્તન અને એકશન બદલાઈ જાય છે. તેમના દ્વારા આપણને નુકસાન થતુ હોય તો પણ તેઓને તેની જરાપણ પરવા કરતા નથી. જયાં પરવા કરવાની ખતમ થઈ જાય છે ત્યાં ચેતી જવુ વધારે સારૂ છે.
જેમની ભાવના તેમના દ્વારા આપણને નુકસાન ન પહોંચે તેવી હોય ત્યાં જ પરવા-કાળજી અને ભરોસો કરતી હોય તો એ આપણી જવાબદારી બને છે કે, તેનો ભરોસો અંકબંધ રહે. એકબીજાને કુસાન પહોંચાડ્યા વિના સાચવી લેવાની ભાવના એટલે ભરોસો. કટોકટીમાં એકબીજા ઉપર આરોપો મૂક્યા વિના એમાંથી રસ્તો કાઢી લેવાની સમજદારી એટલે ભરોસો.
જયાં સો ટકા ભરોસો છે ત્યાં તે વ્યક્તિને સંજાગો સંભાળવા માટે સ્પેસ આપવી જાઈએ. અને જયાં ખાતરી થઈ જાય કે વ્યક્તિએ ભરોસો તોડીને આપણું નુકસાન કરી નાંખ્યુ છે ત્યાંથી અલગ પડી જવામાં જ સમજદારી છે. આપણે સામેવાળી વ્યક્તિ નિર્ણય લે તે પહેલાં અકળાઈ જઈએ છીએ. અને માની લઈએ છીએ કે હવે આપણો ભરોસો કાયમ નહીં રહે. આ માટે ઘણી વખત ધીરજ અને હિંમત રાખવી પડે છે. સંબંધોની ગરિમા ખીલવવા માટે શબ્દોને સંબંધોમાં ભેળવવા પડે, સાચવવા પડે, પારખવા પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.