Western Times News

Gujarati News

પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવતા રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી સ્વ. કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.  મુખ્યમંત્રીશ્રીએ સ્વ. કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપા સુધી વટવૃક્ષ ઊભું કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા  સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા.

સ્વ. કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. એટલું જ નહિ, ખેડૂતપુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપાને અપ્રતિમ લોકચાહના અપાવી છે, એમ મુખ્યમંત્રીશ્રીએ સદગત સ્વ. કેશુભાઈના પ્રદાનની સરાહના કરતા  જણાવ્યું હતું

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સ્વ. કેશુભાઈના અવસાનથી આપણને સૌને ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે. શ્રી વિજયભાઈ રૂપાણીએ સદગત કેશુભાઈના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ સૌ વતી કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી અને કહ્યું કે, મને ખૂબ દુ:ખ થયું, તેઓ દરેક વર્ગની સંભાળ રાખનારા ઉત્તમ નેતા હતા, ગુજરાતની પ્રગતિમાં તેમનું જીવન સમર્પિત હતું.

ડો. અક્ષય કિલેદાર, (એડમિનિસ્ટ્રેશન, સ્ટર્લિંગ હોસ્પિટલ) વધુમાં જણાવ્યુ હતું કે, અમે તેને જીવતા રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અચાનક કાર્ડિયાક એરેસ્ટને પગલે તેમને બેભાન અવસ્થામાં જ હોસ્પિટલમાં લાવ્યા પછી, અમે તેમને બચાવી શક્યા ન હતા. તેમને આજે સવારે 11:55 વાગ્યે મૃત જાહેર કરાયા હતા. કોરોનાને કારણે તેમનું મોત નિપજ્યું નથી તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.