Western Times News

Gujarati News

બિહારમાં ભાજપ અને લોજપાની સરકાર બનશે: ચિરાગ પાસવાન

પટણા, બિહાર વિધાનસભા ચુંટણીના પહેલા તબક્કાની ૭૧ બેઠકો માટે મતદાન પુરૂ થયું છે ત્યારે લોજપાના અધ્યક્ષ ચિરાગ પાસવાને એકવાર ફરી મુખ્યમંત્રી નીતીશકુમાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ૧૦ નવેમ્બર બાદ નીતીશકુમાર પોતાના પદને યથાવત રાખી શકશે નહીં.

પાસવાને કે આ વખતે જે મતદાન થશે તે પરિવર્તન માટે થયું છે અને વિકાસના નામે થયા છે જે રીતે મને ફિડબેક મળી રહ્યું છે એકવાત તો નક્કી છે કે આગામી ૧૦ તારીખે મુખ્યમંત્રીજીનું ફરી બિહારમાં મુખ્યમંત્રી બનવાનું અસંભવ હશે. તેમણે કહ્યું કે તેમણે કહ્યું કે ભાજપ લોજપાની સરકાર ૧૦ તારીખે બિહારમાં બનવા જઇ રહી છે.

આ પહેલા પણ ચિરાગ પાસવાને કહ્યું હતું કે નીતીશકુમાર ચુંટણી પરિણામો બાદ ભાજપ છોડી રાજદની સાથે મળી જશે સાહેબે પરિણામો બાદ ભાજપ છોડી રાજદમાં જવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજદના આશીર્વાદથી પહેલા પણ સરકાર બનાવી ચુકયા છે. ચિરાગે કહ્યું હતું કે નીતીશજીને આપેલ એક પણ મત ફકત બિહારને નબળો બનાવશે એટલું જ નહીં રાજદ અને મહાગઠબંધનને મજબુત બનાવશે. જદયુ કરતા લોજપા વધુ બેઠકો પર ચુંટણી લડી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.