Western Times News

Gujarati News

ફ્રાન્સના રાષ્ટ્રપતિ પર થયેલા અંગત એટેકની ભારતે ટીકા કરી

નવીદિલ્હી, ભારતે ઇસ્લામી કટ્ટરપંથ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના આકરા વલણ બાદ તેમના પર થયેલા પર્સનલ એટેકની આકરી ટીકા કરી છે ભારતે ફ્રાન્સને ખુલ્લેઆમ સપોર્ટ જાહેર કરતાં મેક્રોન વિરૂધ્ધ પર્સનલ એટેકને આંતરરાષ્ટ્રીય વિમર્શના સૌથી બેઝિક સ્ટાન્ડડ્‌સનો ભંગ ગણાવ્યો છે ભારત તરફથી મળેલા અપાર સમર્થન પર ફ્રાન્સે પણ ભારતનો આભાર વ્યકત કરતા કહ્યું કે બંન્ને દેશ આંતકવાદની લડાઇમાં એકબીજા પર ભરોસો કરી શકે છે.

વિદેશ મંત્રાલયે આકરા શબ્દોમાં બહાર પાડેલા એક નિવેદનમાં બર્બર આતંકવાદી હુમલાની ટીકા પણ કરી જેમાં ફ્રાન્સના એક શિક્ષકની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવી મંત્રાલયે કહ્યું કે આતંકવાદને કોઇ પણ કારણે અને કોઇ પણ પરિસ્થિતિમાં યોગ્ય ઠેરવી શકાય નહીં નિવેદનમાં કહેવાયુ છે કે અમે રાષ્ટ્રપતિ ઇમેન્યુઇલ મેક્રોન પર અસ્વીકાર્ય ભાષામાં કરાયેલા વ્યક્તિગત હુમલાની આકરી ટીકા કરીએ છીએ આ આંતરરાષ્ટ્રીય વિમર્શના સૌથી બેઝિક સ્ટાન્ડર્ડસનો ભંગ છે.

મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે અમે બર્બર આતંકવાદી હુમલામાં ફ્રાન્સના એક ટીચરની નિર્દયતાથી હત્યાની પણ ટીકા કરીએ છીએ જેણે સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધુ અમે તેમના પરિવાર અને ફ્રાન્સના લોકો પ્રત્યે સંવેદના પ્રગટ કરીએ છીએ.વિદેશ મંત્રાલયના નિવેદન બાદ ભારતમાં ફ્રાન્સના રાજદુત ઇમેન્યુઅલ લિનેને ટ્‌વીટ કરીને ભારતનો આભાર વ્યકત કર્યો અને કહ્યું કે બંન્ને દેશ આતંકવાદ વિરૂધ્ધ જંગમાં એકબીજાને સહયોગ કરી શકે છે.

એ યાગ રહે કે ઇસ્લામી કટ્ટરપંથ પર આકરા વલણ અને પયગંબર મોહમ્મદના કાર્ટુનનો બચાવ કરવાને લઇને મેક્રોન મુસ્લિમ બહુમતિવાળા દેશોની ટીકાનો ભોગ બન્યા છે ઇરાનીની મીડિયામાં મેક્રોનને રાક્ષસ તરીકે દેખાડવામાં આવ્યા છે તેમના પણ કાર્ટુન છાપવામાં આવ્યા છે જેમાં તેમના લાંબા કાન છે પીળી આંખો છે અને અણિયાળા દાંત ઇરાનના વતન અમરોઝમાં કહેવાયુ છે કે મેક્રોને દુનિયાભરના મુસ્લિમોને નારાજ કર્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.