Western Times News

Gujarati News

ફ્રાન્સને તમામ શક્ય મદદની યુરોપિયન પરિષદની બાંયધરી

પેરિસ: ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલાની યુરોપીયન પરિષદે આકરા શબ્દોમાં ટીકા કરી છે. પરિષદના સભ્યોએ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડીને ફ્રાન્સને દરેક શક્ય મદદની ખાતરી આપી છે. ફ્રાન્સના નીસ શહેરમાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં ૩ લોકોના મૃત્યુ થયા.

કહેવાય છે કે હુમલાખોરે પહેલા અલ્લાહ હૂ અકબરના નારા લગાવ્યા અને ત્યારબાદ એક મહિલાનું માથું ધડથી અલગ કરી નાખ્યું. આ હુમલાને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના ઈસ્લામિક આતંકવાદ સંબંધિત નિવેદન સાથે જોડવામાં આવી રહ્યો છે. આ નિવેદન વિરુદ્ધ મુસ્લિમ દેશ એકજૂથ થયા છે.

ભારત સહિત અનેક દેશોએ મેક્રોનનું સમર્થન કર્યું છે.
આ ઉપરાંત ફ્રાન્સના ઉત્પાદનોના બહિષ્કારનું અભિયાન પણ ચાલુ છે. જો કે ભારત સહિત અનેક દેશોએ મેક્રોનનું સમર્થન કર્યું છે. યુરોપીયન પરિષદના સભ્ય દેશોએ ફ્રાન્સ પર હુમલાને યુરોપિયન પરિષદના સંયુક્ત મૂલ્યો પર હુમલો ગણાવ્યો છે.

જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે અમે યુરોપીયન નેતા, ફ્રાન્સમાં આતંકવાદી હુમલાથી હેરાન અને દુઃખી છીએ. અમે આ હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરીએ છીએ અને મજબૂતીથી ફ્રાન્સ તથા તેના નાગરિકોની પડખે છીએ. અમે આતંકવાદ અને હિંસક અતિવાદ વિરુદ્ધ પોતાની લડત ચાલુ રાખીશું.

તમારો ધર્મ ગમે તે હોય, આજે આ સંકટની ઘડીમાં આપણે એકજૂથ રહેવાનું છે.
આ સાથે જ અમે દુનિયાભરના દેશોને અપીલ કરીએ છીએ કે વિભાજનની જગ્યાએ સમુદાયો અને ધર્મો વચ્ચે વાતચીત અને સમજ વધારવા માટે આગળ આવો. આ બધા વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને દેશવાસીઓને એકજૂથ થવાનું આહ્વાન કર્યું છે. તેમણે પોતાની ટ્‌વીટમાં કહ્યું છે કે તમારો ધર્મ ગમે તે હોય, આજે આ સંકટની ઘડીમાં આપણે એકજૂથ રહેવાનું છે.

આપણે વિભાજનકારી ભાવનાઓથી પ્રભાવિત થવાનું નથી. તેમણે વધુમાં લખ્યું કે તમને સમગ્ર રાષ્ટ્રનું સમર્થન પ્રાપ્ત છે. આપણો દેશ આપણા મૂલ્યા છે. આપણને બધાને ધાર્મિક સ્વતંત્રતા આપે છે અને પોતાના લોકોની રક્ષા માટે પગલાં ભરતા રહીશું.

આ બાજુ ફ્રેન્ચ પોલીસના જણાવ્યાં મુજબ નોટ્રેડ્રમ ચર્ચમાં થયેલા હુમલાને અંજામ આપનાર હુમલાખોર ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અત્રે જણાવવાનું કે આ વારદાત સ્થળથી એક કિલોમીટરના અંતરે વર્ષ ૨૦૧૬માં વાસ્તીલ ડે પરેડ દરમિયાન એક હુમલાખોરે ટ્રકને ભીડમાં ઘૂસાડી દીધી હતી. જેમાં ડઝન જેટલા લોકોના મોત થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.