Western Times News

Gujarati News

અમદાવાદ : શાળાના ટ્રસ્ટીને જાનથી મારી નાંખવાની ધમકી

અમદાવાદ: અમદાવાદ કહેવાય છે કે દયા ડાકણ ને ખાય, આ કહેવત ને સાર્થક સાબિત કરતો કિસ્સો શહેરના કુબેરનગર વિસ્તારમાંં જોવા મળ્યો છે. કાકાના કહેવાથી શાળાના ટ્રસ્ટી એ એક વ્યક્તિના ભત્રીજાને નોકરી એ રાખ્યો તો ભત્રીજા એ ફીનાં હિસાબ માં લાખ્ખોનો ગોટાળો કર્યો. જોકે, આ રૂપિયા પરત માંગતા કાકાએ ટ્રસ્ટી ને ધમકી આપી કે હવે એક કરોડ રૂપિયા તૈયાર રાખજે, નહિ તો જાનથી મારી નાંખીશ.

કુબેરનગરમાં આદર્શ સ્કૂલના ટ્રસ્ટી શિલ્પાબેન પટેલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ કાળુભાઇ દેસાઈ નામના વ્યક્તિએ તેમના ભત્રીજા જયદીપ રબારીને સ્કૂલમાં નોકરી એ રાખવા માટે ભલામણ કરી હતી. જેથી ફરિયાદીએ તેઓને શાળા માં ક્લાર્ક તરીકે નોકરી એ રાખ્યો હતો. અને શાળા ના તમામ નાણા નો વહીવટ તેને આપ્યો હતો. લોકડાઉન બાદ શાળામાં જઈને ફીની વાર્ષિક હિસાબ કરતા લાખ્ખો રૂપિયાનો હિસાબ મળતો નહોતો. જેથી આ બાબતે ફરિયાદીએ જયદીપને પૂછતા તેણે કહ્યું હતું કે તેણે શાળાની ફી ના ૨૩ લાખ ૭૫ હજાર લીધા છે. જે રૂપિયા હું તમને ત્રણેક મહિના માં ચૂકવી આપીશ.

જેની જાણ કાળુભાઇને કરતા કાળુભાઈએ પણ કહ્યું હતું તે આ રૂપિયાનો નિકાલ કરાવી આપશે. જોકે, દસેક દિવસ બાદ જયદીપે મકાન ખાલી કરીને જતો રહ્યો હતો. જેથી આ બાબતની જાણ પોલીસ કરવા માટે ફરિયાદી એસીપી જી ડિવિઝન પહોંચ્યા હતા. જ્યાં પોલીસે કાળુને પણ બોલાવ્યો હતો. જ્યાં ઓફિસ આગળ કાળુ એ ફરિયાદીને ધમકી આપી હતી કે હવે એક કરોડ રૂપિયા તૈયાર રાખજે, નહિ તો જાન થી મારી નાંખીશ. આમ ક્યારેક કોઈ વ્યક્તિને ધર્મ કરતા ધાડ પડતી હોય તેવું પણ થાય છે. ટ્રસ્ટીએ જેને રોજગારી આપી તે જ વ્યક્તિએ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી. આ કિસ્સો અનેક લોકો માટે ચેતવણીરૂપ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.