Western Times News

Gujarati News

છૂટાછેડા થતા મેલાનિયાને ૩૭૨ કરોડ રૂપિયા મળશે

વોશિંગ્ટન, અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર બાદથી જ દાવો કરાઇ રહ્યો છે કે તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ તેમને છૂટાછેડા આપી શકે છે. જો ટ્રમ્પને મેલાનિયા છૂટાછેડા આપી શકે છે. જો ટ્રમ્પને મેલાનિયા છૂટાછેડા આપવાનો ર્નિણય કરે છે તો તેમને છૂટા પડવા પર કેટલી રકમ મળશે તેના પર અત્યારથી અંદાજાઓ લગાવામાં આવી રહ્યા છે.

ટ્રમ્પના પૂર્વ રાજનીતિક સહયોગી ઓમારોસા મેનિગોલ્ટ ન્યૂમેને દાવો કર્યો કે ટ્રમ્પ અને મેલાનિયાના ૧૫ વર્ષ જૂના લગ્ન તૂટવાના છે. આપને જણાવી દઇએ કે ટ્રમ્પ અને મેલાનિયાના સંબંધોમાં તિરાડની વાતો હંમેશાથી આવતી રહી છે. પરંતુ અમેરિકન ચૂંટણીના પરિણામો આવ્યા બાદ સંબંધોમાં વધુ ખટાશ આવ્યાની ચર્ચા તેજ થઇ ગઇ છે. કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે જો ટ્રમ્પને મેલાનિયા તલાક આપવાનો ર્નિણય કરે છે તો તેને ઉકેલવામાં ૬૮ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (૩ અબજ ૭૨ કરોડ રૂપિયા) મળી શકે છે.

આપને જણાવી દઇએ કે ટ્રમ્પ અને મેલાનિયાની લવસ્ટોરીની શરૂઆત ૧૯૯૮મા થઇ હતી. ત્યારબાદ ૨૦૦૪મા ટ્રમ્પે મેલાનિયાને ૧.૫ મિલિયન ડોલરના ડાયમંડની રિંગ પહેરાવીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ બંને એ ૨૨ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ લગ્ન કરી લીધા. બંનેને એક દીકરો છે તેનો જન્મ ૨૦૦૬મા થયો હતો.

ટ્રમ્પ અને મેલાનિયાની ઉંમરમાં ૨૪ વર્ષનો તફાવત છે. જ્યારે બંનેની મુલાકાત થઇ હતી ત્યારે ટ્રમ્પ ૫૨ વર્ષના હતા અને મેલાનિયા ૨૮ વર્ષના હતા. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ૭૪ વર્ષના છે જ્યારે તેમની પત્ની મેલાનિયા ૫૦ વર્ષની છે. બર્કમેન બોટલર ન્યૂમેન એન્ડ રોડની મેનેજિંગ પાર્ટનર જેકલીન ન્યૂમેને ટાઉન એન્ડ કંટ્રીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે જો મેલાનિયા ટ્રમ્પ છૂટાછેડાનો ર્નિણય કરે છે તો સેટલમેન્ટ પેટે ૫૦ મિલિયન અમેરિકન ડોલર (૬૮ મિલિયન ડોલર) મળી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.