Western Times News

Gujarati News

ઓબામાએ પોતાના પુસ્તકમાં રાહુલ ગાંધીને નર્વસ ગણાવ્યા

ન્યુયોર્ક: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ રાહુલ ગાંધીનો ઉલ્લેખ પોતાના પુસ્તકમાં કર્યો છે. ઓબામાએ પોતાના આત્મકથા ‘અ પ્રોમિસ્ડ લેન્ડમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો ઉલ્લેખ કર્યો છે. ઓબામાએ પોતાની આત્મકથામાં રાહુલ ગાંધીને નર્વસ અને ઓછી યોગ્યતાવાળા નેતા ગણાવ્યા છે. પોતાના પુસ્તકમાં ઓબામાએ ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો પણ ઉલ્લેખ કર્યો છે. બરાક ઓબામાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે, રાહુલ ગાંધી એક એવા વિદ્યાર્થી છે જેમણે કોર્સવર્ક તો કર્યું છે અને શિક્ષકને પ્રભાવિત કરવા માટે ઉત્સુક પણ રહ્યા છે

પરંતુ આ વિષયમાં મહારત હાંસલ કરવા માટે ક્યાં તો તેમનામાં યોગ્યા નથી અથવા ઝનૂનની કમી છે.’ તેમણે રાહુલ ગાંધીને નર્વસ અને ઓછી ગુણવત્તા ધરાવનારા પણ કહ્યા છે. ન્યુયોર્ક ટાઈમ્સે ઓબામાના સંસ્મરણ ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’ની સમીક્ષા કરી છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખે દુનિયાભરના રાજકીય નેતાઓ સિવાય અન્ય વિષયો પર પણ વા કરી છે. ન્યુયોર્ક ટાઈમ્સમાં પબ્લિશ સમીક્ષા પ્રમાણે રાહુલ ગાંધીના વિષયમાં ઓબામાએ કહ્યું છે કે તેમનામાં ગભરાયેલા અને અપરિપક્વ વિદ્યાર્થીના ગુણ છે જેણે આખો કોર્સ પૂર્ણ કરી લીધો છે અને તે પોતાના શિક્ષકને પ્રભાવિત કરવા માગે છે, પરંતુ તેમનામાં વિષયમાં સફળતા મેળવવાની યોગ્ય તા કે ઝનૂનની કમી છે.

બરાક ઓબામાએ રાહુલ ગાંધીના માતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો છે, તેમણે કહ્યું છે કે, “આપણને ક્રિસ્ટ અને રહમ એમેનુઅલ જેવા પુરુષોના હેન્ડસમ હોવા વિશે કહેવાય છે પરંતુ મહિલાઓના સોંદર્ય વિશે નહીં. માત્ર એક કે બે જ ઉદાહરણ અપવાદ છે જેમ કે સોનિયા ગાંધી. સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકાના પૂર્વ સંરક્ષણ મંત્રી બોબ ગેટ્‌સ અને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહસિંહ બન્ને એકદમ પ્રામાણિક છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર પુતિન ઓબામાને શિકાગો મશીન ચલાવનારા મજબૂત, ચાલાક બોસની યાદ અપાવે છે.

પુતિન વિશે ઓબામા લખે છે, શારીરિક રીતે તેઓ સાધારણ છે. ઓબામાના ૭૮૬ પાનાનું પુસ્તક ૧૭ નવેમ્બરે બજારમાં આવશે. અમેરિકાના પહેલા આફ્રીકન-અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ઓબામાએ પોતાના કાર્યકાળમાં બે વખત ૨૦૧૦ અને ૨૦૧૫માં ભારતની યાત્રા કરી હતી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ પોતાના નવા પુસ્તકમાં કાૅંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો ઉલ્લેખ કર્યો છે.

ઓબામાએ પોતાની આત્મકથા ‘અ પ્રોમિસ્ડ લેન્ડમાં કાૅંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નર્વસ અને ઓછી યોગ્યતાવાળા ગણાવ્યા છે. ઓબામાએ રાહુલને નર્વસ અને પોતાના વિશે પરિપક્વ ન હોવાના ગુણોવાળા કહ્યા છે. પોતાના પુસ્તકમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખે રાહુલ ગાંધીની તુલના એક એવા સ્ટુડન્ટ સાથે કરી છે જેણે કોર્સ વર્ક તો કર્યું છે અને શિક્ષકને પ્રભાવિત કરવા માટે ઉત્સાહિત પણ હતા, પરંતુ આ વિષયમાં મહારથ હાસલ કરવા માટે યોગ્યતા નથી અથવા તો ઝનૂનનો અભાવ છે. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો તેઓએ ઉલ્લેખ કરતાં કહ્યું છે કે તેમનામાં એક પ્રકારની અગાધ નિષ્ઠા છે.

બરાક ઓબામાના પુસ્તકના અંશોનો ઉલ્લેખ નાઇજીરિયન લેખક ચિમ્માંડા જોગજી અદીચીએ પોતાના ધ ન્યયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત પુસ્તક સમીક્ષામાં કર્યો છે. રાહુલ ગાંધી અને મનમોહન સિંહ ઉપરાંત આ પુસ્તકમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનનો પણ ઉલ્લેખ કર્યો છે. બરાક ઓબામાનું પુસ્તક તેમના અંગત જીવનની તુલનામાં તેમના રાજકીય વલણ પર વધુ કેન્દ્રિત છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખે રાજનીતિમાં પોતાના પ્રારંભિક દિવસોથી લઈને ઓસામા બિન લાદેનની હત્યા સુધી અનેક મુદ્દાઓ વિશે પોતાના પુસ્તકમાં લખ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બરાક ઓબામા જ્યારે ૨૦૧૭માં ભારતના પ્રવાસે આવ્યા હતા, ત્યારે તેમની મુલાકાત રાહુલ ગાંધી સાથે થઈ હતી. બરાક ઓબામા સાથેની મુલાકાત બાદ રાહુલ ગાંધીએ ટ્‌વીટ કર્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની સાથે ઉપયોગી વાતચીત થઈ. તેમને ફરી એકવાર મળવું ખૂબ સારું લાગ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.