Western Times News

Gujarati News

કર્ફ્‌યૂ બાદ ૪ મહાનગરોના રસ્તા ઉપર લોકોની ભીડ

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા થોડા સમયથી ફરી કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ૧ હજારથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિત રાજ્યના ત્રણ મહાનગરોમાં શનિવાર અને રવિવાર દરમિયાન કર્ફ્‌યૂ જાહેર કર્યો હતો. જો કે, રાજ્યના ચાર મહાનગરોમાં ૫૭ કલાકના વિકેન્ડ કર્ફ્‌યૂ બાદ આજે સોમવારે વહેલી સવારથી આ ચાર મહાનગરો ફરી લોકોની અવર જવર જોવા મળી રહી છે.

ત્યારે રાજ્યના ચારેય મહાનગરોમાં ફરી વહેલી સવારથી જ વિવિધ જગ્યાઓ પર સામાન્ય દિવસની જેમ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અમદાવાદ શહેરમાં ૫૭ કલાકના કર્ફ્‌યૂ પૂર્ણ થયા બાદ ફરી અમદાવાદના રસ્તા ઉપર લોકોની ભીડ જોવા મળી રહી છે. અમદાવાદનું જમાલપુર શાકમાર્કેટ લોકોને ભીડથી છલકાઈ રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો શાકભાજીની ખરીદી અને વેચાણ કરવાની આવી રહ્યા છે. જો કે માર્કેટમાં મોટાભાગના ખરીદી કરવા આવનાર ગ્રાહક અને વેપારીઓના ચહેરા ઉપર માસ્ક જોવા મળી નથી મળી રહ્યું. લોકો દંડથી બચવા માટે માત્ર પહેરવા ખાતર માસ્ક પહેરતા હોય તેમ નાકના નીચેના ભાગમાં માસ્ક રાખે છે.

હજુ લોકોમાં જાગૃતતા જોવા મળી રહી નથી. બીજી તરફ માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતો જોવા મળી રહ્યો છે. જો આવી જ પરિસ્થિતિ રહી અને લોકોમાં જાગૃતતા નહિ આવે તો શહેરમાં વધતા જતા કોરોનાના કેસ પર કાબુ મેળવવો મુશ્કેલ બની જશે હવે લોકોમાં સ્વયં જાગૃતિની જરૂર છે. ૫૭ કલાકના કર્ફ્‌યૂ પૂર્ણ થયા બાદ ફરી વડોદરાના રસ્તા ઉપર લોકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે વડોદરામાં એપીએમસી માર્કેટમાં નિયમોના ધજીયા ઉડતા જોવા મળી રહ્યાં છે. વહેલી સવારે ૬ વાગ્યાથી એપીએમસી માર્કેટ ખુલ્યું છે,

ત્યારથી જ મોટી સંખ્યામાં લોકો અહીં એકત્ર થયા હતા. માર્કેટમાં નાના મોટા વેપારીઓ ખરીદ વેચાણમાં લાગ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. એપીએમસીના વેપારીઓ બેખોફ ધંધો કરી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ ફેલાવવાની સંભાવના જોવા મળી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.