Western Times News

Gujarati News

કંગના રનૌતને હવે વકીલે કાનુની નોટીસ મોકલી

ચંડીગઢ, કિસાન આંદોલન પર વિવાદાસ્પદ ટ્‌વીટના મામલામાં અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલી વધી જઇ રહીછે. મોહાલીના જીરકપુરના રહેનારા એક વકીલ હાકમ સિંહે આ મામલામાં અભિનેત્રી કંગના રનૌતને કાનુની નોટીસ મોકલી છે.

હકીકતમાં કંગનાએ કેટલાક દિવસ પહેલા એક ટ્‌વીટને રિટ્‌વીટ કરી હતીતેમાં કિસાન આંદોલનમાં સામેલ એક વૃધ્ધ મહિલા કિસાનને શાહીનબાદની બિલકિસ બાનો બતાવી હતી તેમાં લખ્યુ હતું કે પૈસા આપીને દાદીને આ કામ કરાવવામાં આવી રહ્યું છે. કંગનાએ વૃધ્ધ મહિલાની મજાક ઉડાવતા લખ્યું કે હા હા હા આ તે દાદી છે જેમણે ભારતના સૌથી પાવરફુલ લોકોમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ ૧૦૦રૂપિયામાં અવેલેબલ છે.પાકિસ્તાનના પત્રકારોએ ઇટરનેશનલ પીઆરને ભારત માટે શર્મનાક રીતે હાયર કરી લીધા છે.અમે પોતાના આવા લોકો જાેઇએ જે અમારા માટે ઇટરનેશનલ અવાજ ઉઠાવી શકે જાે કે બાદમાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા બાદ કંગના રનોતે પોતાના આ ટ્‌વીટને ડિલીટ કરી દીધુ હતું.

વકીલ હાકમસિંહે કહ્યું કે મોહિંદર કૌરે બિલકિસ બાનો બતાવનારી ટ્‌વીટ પર તેમણે કંગનાને એક કાનુની નોટીસ મોકલી છે આ ટ્‌વીટમાં કટાક્ષ કરવામાં આવ્યું હતું કે મોહિંદર કૌરે ૧૦૦ રૂપિયામાં પ્રદર્શન માટે ઉપલબ્ધ છે કંગના રનૌત સાત દિવસમાં માફી માંગે નહીં તો માનહાનિનો કેસ કરવામાં આવશે.એ યાદ રહે કે બિલકિસ દાદી દિલ્હીના શાહીનબાગમાં સીએએની વિરૂધ્ધ થયેલ પ્રદર્શનમાં સામેલ મુખ્ય મહિલા પ્રદર્શનકારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.