Western Times News

Gujarati News

નીરવ મોદીના પ્રત્યર્પણ પર સાત જાન્યુઆરીએ નિર્ણાયક નિર્ણય

લંડન, પંજાબ નેશનલ બેંકમાંથી સાડા ૧૩ હજાર કરોડ રૂપિયાના કૌભાંડમાં ભાગેડુ જાહેર હીરા વેપારી નીરવ મોદી પર શિકંજાે કસતો જઇ રહ્યો છે નીરવના ભારત પ્રત્યર્પણ પર નિર્ણાયક નિર્ણય આગામી વર્ષ જાન્યુઆરીમાં થઇ જશે લંડનના વેસ્ટમિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં પ્રત્યર્પણને લઇ થયેલી સુનાવણીમાં ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બથનોટે નીરવની રિમાંડ ૨૯ ડિસેમ્બર સુધી વધારી દીધી છે. કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખી નીવરને આ વખતે પણ વૈંડ્‌સવર્થ જેલથી વીડિયો કોન્ફરન્સીગ દ્વારા હાજર કરવામાં આવ્યો હતો.

મુખ્ય મેજિસ્ટ્રેટે સુનાવણી દરમિયાન મોદીને કહ્યું કે હવે બસ એક નાની સુનાવણી થશે અને ત્યારબાદ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે સુનાવણી દરમિયાન મોટી દાઢી અને મરૂન સ્વેટરમાં હાજર નીવરે ફકત પોતાના નામ અને જન્મતિથિ બોલી બાકીનો સમય તે ચુપચાપ રહ્યો કોર્ટે હવે આ મામલાની નિર્ણાયક સુનાવણી આગામી વર્ષ ૭ અને આઠ જાન્યુઆરીના રોજ નક્કી કરી છે.

જીલ્લા જજ ગુજી તે દિવસે બંન્ને પક્ષોની અંતિમ દલીલો સાંભળશે ત્યારબાદ તે એક કે બે અઠવાડીયમાં નિર્ણય સંભળાવશે ગત ત્રણ નવેમ્બરે ગત સુનાવણીમાં જજ ગુજીએ સીબીઆઇ અને ઇડીના કેટલાક સાક્ષીઓના નિવેદનોની સ્વીકાર્યતાની વિરૂધ્ધ દલીલો સાંભળી હતી.

ભારત સરકાર તરફથી દલીલ કરી રહેલ સીપીએસે કહ્યું હતુંકે નીરવનું ભારત પ્રર્ત્યપણ જરૂરી છે. ભારતીય દંડ સંહિતાની કલમ ૧૬૧ હેઠળ રજુ કરવામાં આવેલ પુરાવા સાક્ષીના નિવેદન બ્રિટિશ કોર્ટે એ માનવા માટે યોગ્ય છે કે નીરવ મોદી ભારતીય ન્યાયપાલિકા પ્રત્યે જવાબદાર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.