Western Times News

Gujarati News

દુનિયાનું સૌથી મોટું એન્ટીના નષ્ટ, કેબલ તૂટવાથી 450 ફૂટ નીચે પડ્યું

નવી દિલ્હી, મંગળવારે રાત્રે એક દુર્ઘટનામાં દુનિયાનું સૌથી તાકાતવર ટેલીસ્કોટ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું છે. આ આખું એન્ટીના 450 ફૂટ નીચે પડ્યું હતું. જે બાદમાં દુનિયાને એલિયન ગ્રહો અને એસ્ટ્રોઇડની માહિતી આપતી ઑબ્ઝર્વેટરીએ સંપૂર્ણ રીતે કામ કરવાનું બંધ કરી દીધું છે.

મંગળવારે એન્ટીનાનું આખું ટાવર અને કેબન નીચે પડી ગયા હતા. આ કારણ ડિશ એન્ટીના નીચે પડી ગઈ હતી. ગત મહિને જ કેબલ તૂટી જવાને કારણે એન્ટીનાને નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે આ એન્ટીના ઉપર જેમ્સ બોન્ડની ફિલ્મ ગોલ્ડન આઈનું શૂટિંગ થયું હતું.

રૉયટર્સના એક રિપોર્ટ પ્રમાણે પ્યૂર્ટો રિકો આર્સીબો ઑબ્ઝર્વેટરી (Arecibo Observatory)માં એક એન્ટીના લાગેલું હતું. આ એન્ટીના અંતરિક્ષના ઊંડાણમાંથી આવતા ખતરા જેવા કે એસ્ટ્રોઇડ્સ, મીટિયૉર્સ અને એલિયનની દુનિયા અંગે જાણકારી દુનિયાના વૈજ્ઞાનિકોને આપતું હતું.

જેનું સંચાનલ એના જી મન્ડેઝ યુનિવર્સિટી, નેશનલ સાયન્સ ફાઉન્ડેશન (US National Science Foundation-NSF) અને યુનિવર્સિટી ઑફ ફ્લોરિડા કરતા હતા. આને બનાવવામાં ત્રણ વર્ષ લાગ્યા હતા. આનું નિર્માણ કામ 1960માં શરૂ થયું હતું અને 1963માં પૂર્ણ થયું હતું. આ ઑબ્ઝર્વેટરીના બે કેબલ તૂટી ગયા છે, જેનું વજન 5.44 લાખ કિલોગ્રામ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.