Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. બગીચા ખાતાએ ‘અમૂલ’ ને ૧૭૦ નોટીસ ફટકારી

પ્રતિકાત્મક તસવીર

ટોરેન્ટ પાવર અને આશિમા ગૃપને લગભગ બાર જેટલા બગીચા આપવાનો નિર્ણય

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ બગીચા વિભાગમાં છેલ્લા દોઢ દાયકાથી ‘અમુલ’ ની ઈજારાશાહી ચાલી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના રર૦ બગીચાની સારસંભાળ રાખવા સામે અમુલના પાર્લર બનાવવામાં આવ્ય ાછે. મ્યુનિસિપલ બગીચાની યોગ્ય માવજત ‘અમુલ’ દ્વારા થતી નથી તે મતલબની વ્યાપક ફરીયાદો આવ્યા બાદ બગીચા ખાતા દ્વારા ત્રણ મહિના પહેલા ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા.

જેમાં અન્ય કોઈપણ કંપનીએ રસ દાખવ્યો નહોતો. તેથી તંત્રએ ફરીથી ટેન્ડર જાહેર કરવા નિર્ણય કર્યો છે. સાથે સાથે ટોરેન્ટ પાવર સહિત અન્ય ત્રણ કંપનીઓને દસ કરતા વધુ બગીચા સોંપવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ બગીચાની દેખરેખ રાખવાની જવાબદારી અમુલ (મધર ડેરી) ને સોંપવામાં આવી છે. જેની સામે બગીચામાં અમુલને તેના ઉત્પાદનોના વેચાણ માટે પાર્લર બનાવવાની પરવાનગી પણ આપવામાં આવી છે. મધર ડેરીને બગીચાની માવજત કરવામાં ઓેછો અને વ્યાપાર કરવામાં વધુ રસ હતો. તેથી પાર્લરની જગ્યા ભાડે આપવામાં આવી હતી જ્યારે બગીચાની દેખરેખ રાખવામાં આવતી નહોતી.

મ્યુનિસિપલ બગીચામાં લાઈટો બંધ હોવી, બાળકોના રમકડા તૂટી જવા, ફૂલછોડની દેખરેખ રાખવી યોગ્ય સિક્યોરીટીના અભાવ જેવી અનેક ફરીયાદો તંત્રને મળી હતી. સદર ફરીયાદોના આધારે મધર ડેરીને નોટીસ આપવામાં આવી હતી. તથા ત્રણ મહિનામાં તમામ બગીચાઓમાં સુવિધા પૂર્ણ કરવા તાકીદ કરી હતી. જેમાં કંપની નિષ્ફળ સાબિત થતાં ંત્ર ે અન્ય વિકલ્પો તરફ નજર દોડાવી હતી. જેમાં ટોરેન્ટ પાવર અને આશિમા ગૃપને લગભગ બાર જેટલા બગીચા આપવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. તેમજ ૧૭૦ બગીચામાં નબળી કામગીરી બદલ અમુલને નોટીસ આપવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશને રર૦ કરતાં વધુ બગીચાઓની માવજત અને દેખરેખ માટે ત્રણ મહિના પહેલાં ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વિચિત્ર શરતો હોવાના કારણે કોઈ જ કંપનીએ રસ દાખવ્યો નહોતો. તેથી તંત્રએ નવા ટેન્ડર જાહેર કરવા નિર્ણય કર્યો છે. જેમાં બગીચા દીઠ રૂ.પાંચ લાખ ડીપોઝીટની શરતને રદ કરવામાં આવી હતી. તથા બગીચા દીઠ પાર્લર રાખવાની છૂટ આપવામાં આવી છે. હાલ અમુલને પાંચ હજાર ચો.મીટર દીઠ એક પાર્લરની પરવાનગી આપવામાં આવે છે.

અમુલની નબળી કામગીરીના કારણે તંત્રએ ટોરેન્ટ પાવર અને આશિમા ગૃપને કેટલાંક બગીચા આપ્યા છે. આશિમા ગૃપને લા-ગાર્ડન તથા ઉત્તમનગર ગાર્ડન (મણીનગર) આપવામાં આવ્યા છે. જ્યારે ટોરેન્ટ પાવરને લોકમાન્ય ટીળક ગાર્ડન, ડી-માર્ટ પાસે નિકોલ, પરિમલ ગાર્ડન સુકાન ઉદ્યોન, માણેકબાગ, મલય ફલેટ પાસે, રાણિપ, કીડઝ પાર્ક, સાબરમતી મનોરમા પાર્ક- સરદારનગર, નરોડા મ્યુનિસિપલ ગાર્ડન, સિંધુભવન થલતેજ, સ્વાતિ બંગલો પાસે થલતેજ, બાદશાહ વિલા પાસે થલતેજ તથા ફાયર સ્ટેશન પાસે થલતેજના બગીચા આપવામાં આવ્યા છે.

લોકમાન્ય તિલક ગાર્ડન રૂ.પાંચ કરોડના ખર્ચથી નવીનીકરણ કરવામાં આવશે. જેનો સંપૂર્ણ ખર્ચ ટોરેન્ટ કંપની કરશે. જ્યારે લાંભા વોર્ડમાં પણ નવો બગીચો ડેવલપ કરવાની જવાબદારી ટોરેન્ટ પાવરે સ્વીકારી છે. થલતેજ વોર્ડના ચાર બગીચા પણ ટોરેન્ટ કંપનીએે તૈયાર કર્યા હતા. જેની જાળવણી પણ કંપની કરી રહી છે તેંમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.