Western Times News

Gujarati News

માસ્ક ન પહેરનારા પાસેથી ત્રણ કરોડનો દંડ વસૂલાયો

પ્રતિકાત્મક

રાજકોટ: રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અનલૉક પાર્ટ ૭ ને લઇ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તો સાથે જ અનલૉક પાર્ટ ૬ અંતર્ગત પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીનો રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અનલૉક પાર્ટ ૬ની અંદર પોલીસ દ્વારા માસ્કના ભંગ બદલ ૩ કરોડ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

તો સાથે સાથે જાહેરનામાં ભંગના ૧૭૨૯ ગુના નોંધવામાં આવ્યા છે. ૨૫૩૦ જેટલા વાહનો ડીટેઇન કરવામાં આવ્યા છે. હાલ કોરોના સંક્રમણ વધવાના કારણે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ચાર મહાનગરો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં રાત્રી કર્ફ્‌યૂં લાદી દેવામાં આવ્યો છે.

રાત્રી કર્ફ્‌યૂંનો સમય તમામ શહેરોમાં રાતના ૯ વાગ્યાથી લઈ સવારના ૬ વાગ્યા સુધીનો રહે છે. ત્યારે ગત રાત્રી કર્ફ્‌યૂંમાં પોલીસે ૧૮૦ જેટલા ગુના કર્ફ્‌યૂં ભંગના નોંધ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ શહેરના ડીસીપી પ્રવિણકુમાર મીનાએ જણાવ્યું હતું કે લોકડાઉન તેમજ અનલોક અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. જે બાબતની નોંધ ખુદ ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા સાહેબ દ્વારા લેવામાં આવી છે. તમામ વિસ્તારોમાં સૌથી વધુ માસ્કના ભંગ, દંડ, જાહેરનામાં ભંગના ગુના, વાહન ડીટેઈનની કામગીરી સૌથી વધુ રાજકોટ પોલીસની રહી છે.

તો સાથે સાથે રાત્રી કર્ફ્‌યૂં દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા જરૂરિયાતમંદોને સરકારી વાહનમાં બેસાડી તેમને ઘરે પણ પહોંચાડવામાં આવે છે. તો બીજી તરફ રાજકોટમાં ૨૭ તારીખના રોજ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગજનીના બનાવ સામે આવ્યો હતો. જે આગજનીના બનાવમાં પાંચ જેટલા કોરોના વાયરસના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. સમગ્ર મામલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી.

જે ટીમ દ્વારા હોસ્પિટલ તંત્રની બેદરકારી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તો સાથે જ ફાયર સેફટીને લઈને ઘણી પ્રકારની બેદરકારી પણ હોવાનું જાહેર કર્યું હતું. ત્યાર બાદ જાગેલા ફાયર વિભાગે છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ શહેરની ર્ષ્ઠદૃૈઙ્ઘ હોસ્પિટલમાં સારવાર આપતા કર્મચારીઓને ફાયર સેફ્ટીને લઇ તાલીમ આપી રહ્યા છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ પોતાના ટીચિંગ લોન્ચિંગ સ્ટાફને ફાયર સેફ્ટીને લઈ તાલીમ આપવાનું નક્કી કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.