Western Times News

Gujarati News

કોરોના વેકસીન સૌથી પહેલા એક કરોડ આરોગ્ય કર્મચારીઓને અપાશે: વડાપ્રધાન

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોવિડ ૧૯ મહામારીની સ્થિતિ પર ચર્ચા કરવા માટે વિવિધ રાજકીય સંગઠનો અને વરિષ્ઠ નેતાઓની સાથે એક સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરી હતી આ બેઠક બાદ પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં આગામી કેટલાક અઠવાડીયામાં કોરોનાની વેકસીનને લઇ સારી ખબર આવી છે મોદીએ કહ્યું કે હાલ આઠ એવી વેકસીન છે જે ટ્રાયલના તબકકામાં છે એવી આશા છે કે આગામી કેટલાક અઠવાડીયામાં કોરોનાની વેકસીનને લઇ સારા અહેવાલો આવશે.

મોદીએ કહ્યું કે વૈજ્ઞાનિકો તરફથી મંજુરી મળતા જ તેના પર કામ શરૂ કરી દેવામાં આવશે મોદીએ સ્પષ્ટ કહ્યું કે કોરોના વેકસીન સૌથી પહેલા એક કરોડ આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવશે. કોરોના વેકસીનની કીંમત સું રહેશે તેને લઇને પણ મોદીએ તસવીર સ્પષ્ટ કરી મોદીએ કહ્યુ ંકે વેકસીનની કીંમત શું રહેશે તેના પર કેન્દ્ર અને રાજય સરકારો મળી નિર્ણય કરશે તેમણે કહ્યું કે વેકસીનની તીમત પર નિર્ણય લોકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે રાજયની તેમાં સહભાગિ રહેશે.

વડાપ્રધાને કહ્યું કે કેન્દ્ર સરકાર મોટા પાયા પર વેકસીન વિતરણનેલઇ કામ કરી રહી છે જે રાજય સરકારની મદદથી જમીન પર ઉતારવામાં આવશે તેમણે કહ્યું કે સરકારે એક નેશનલ એકસપર્ટ ગ્રુપ બનાવ્યું છે તેની ભલામણના આધાર પર જ કામ થશે મોદીએ આ સાથે જ કહ્યું કે ભારત એક વિશેષ રીતે સોફટવેયર પર કામ કરી રહી છે જે દરેક કોઇને વેકસીન પહોંચાડવા પર ટ્રેકિંગ કરશે તેનાથી વેકસીનને લોકો સુધી પહોંચાડવામાં મદદ મળશે.

મોદીએ બેઠકમાં વેકસીનને લઇ અનેક મોટી વાતો કરી તેમણે કહ્યું કે વેકસીનને લઇ આગામી કેટલાક અઠવાડીયે સારા સમાચાર આવશે મોદીએ સંકેત આપ્યો કે વેકસીન સૌથી પહેલા વૃધ્ધ અને કોરોના વોરિયર્સને મળી શકે છે. આ સાથે જ તેમણે કહ્યું કે ફેબ્રુઆરી માર્ચની આશંકાઓ ભરેલ,ડર ભરેલા વાતાવરણથી લઇ આડે ડિસેમ્બરના વિશ્વાસ અને આશા ભરેલ વાતાવરણની વચ્ચે ભારતે ખુબ લાંબી યાત્રા નક્કી કરી છે. તેમણે કહ્યું કે હવે જયારે આપણે વેકસીનની નજીક ઉભા છે તો જનભાગીદારી ,સાઇટિફિક એપ્રોચ, સહયોગ આગળ પણ ખુબ જરૂરી છે. મોદીએ કહ્યું કે સરકાર દરેક કોઇનું સુચન લઇ રહી છે અને તે અનુસાર જ આગળ વધી રહી છે તેમણે કહ્યું કે વેકસીનને લઇ કોઇ રીતની અફવા ન ફેલાવવામાં આવે અને રાષ્ટ્રહિત સૌથી ઉપર હોય આવામાં રાજનીતિક પક્ષોને જાગૃત રહેવું પડશે.

આ બેઠકમાં વિવિધ પક્ષોના નેતાઓ સામેલ થયા હતાં લોકસભા અને રાજયસભાના તમામ પક્ષોના ફલોર નેતાઓને આભાસી બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતાં. આ બેઠક સવારે ૧૦.૩૦ કલાકે શરૂ થઇ હતી સુત્રોએ કહ્યું કે મુખ્ય રાજકીય પક્ષોના લગભગ ૧૨ નેતાઓએ બેઠકમાં પાંચ કે પાંચથી વધુ સાંસદો હાજર રહ્યાં આ સર્વપક્ષીય બેઠકની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી હતી કોરોનાને લઇ કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલ આ બીજી સર્વપક્ષીય બેઠક રહી.

જનતાદળ સેકુલકરના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગોડાએ વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા દેશમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા માટે વડાપ્રધાન મોદીએ બોલાવેલ સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ, અમિત શાહ હર્ષવર્ધન ઉપકાંત સંસદીય કાર્ય મંત્રી પ્રલ્હાદ જાેશી અને તે મંત્રાલયમાં રાજયમંત્રી અર્જૂન રામ મેધવાલ અને વી મુરલીધરન હાજર રહ્યાં હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.