Western Times News

Gujarati News

વેક્સિનની ડિલિવરી માટે એરફોર્સ તૈયાર, 100 વિમાનોનો ઉપયોગ થશે

નવી  દિલ્હી, કોરોના વાયરસ વિરૂધ્ધ વેક્સિન ખુબ ઝડપથી તૈયાર થવાની છે, એવામાં દેશમાં એટલા મોટા સ્તર પર વેક્સિનનાં વિતરણનાં માટે ભારતીય હવાઇ દળે કમર કસી લીધી છે, હવાઇ દળનાં પોતાના માલવાહક જહાજો અને હેલિકોપ્ટર સહિત 100 વિમાનોને વેક્સિન માટે તૈયાર કરી લીધા છે, એવું માનવમાં આવી રહ્યું છે કે દેશનાં દુર-દુરનાં વિસ્તારોમાં વેક્સિન લઇ જવા માટે એર લિફ્ટની નોબત આવી શકે છે.

આ ધ્યાનમાં રાખીને હવાઇ દળે ત્રણ અલગ-અલગ પ્રકારનાં વિમાનોની ઓળખ કરી છે, જે વેક્સિન વિતરણમાં મદદગાર સાબિત થશે, એક મિડિયા રિપોર્ટ મુજબ ફાર્મા કંપનીઓથી વેક્સિન 28 હજાર કોલ્ડ સ્ટોરેજ ચેન સુધી પહોંચાડવા માટે કદાવર જવાબદારી સી-17 ગ્લોબમાસ્ટર, સી 130 જે સુપર હર્ક્યુલિસ અને આઇ એલ 76 નિભાવશે.

નાના સેન્ટર્સ માટે એએન-32 અને ડોનિયર્સની તૈનાતી કરવામાં આવી છે, લાંબા અંતરની ડિલિવરી માટે એએલએચ,ચિતા અને ચિનૂક હેલિકોપ્ટર્સની મદદ લેવમાં આવશે, હવાઇ દળ ઉપરાંત દેશની રાજધાની દિલ્હી અને હૈદરાબાદ એર કાર્ગો વેક્સિનનાં ટ્રાન્સપોર્ટ માટે તૈયાર છે, આ બંને હવાઇ મથકો પર વેક્સિનનનાં કોલ્ડ સ્ટોરેજ, એર ક્રાફ્ટથી સ્ટોરેજ લાવવાની પ્રક્રિયા અને સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.