Western Times News

Gujarati News

ઇમરતી દેવીને સરકારી બંગલો ખાલી કરવાની નોટીસ મોકલાઇ

ગ્વાલિયર, મઘ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં કેબિનેટ મંત્રી રહેલ ઇમરતી દેવીને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યા બાદ વિવાદ ઉભો થયો છે. ઇમરતી દેવીને પીડબ્લ્યુડીના એન્જીનિયરે બંગાલો ખાલી કરવાની નોટીસ મોકલી હતી તેના પર પૂર્વ મંત્રીએ તો કોઇ પ્રતિક્રિયા આપી નથી પરંતુ તેમને નોટીસ જારી કરનારા એન્જીનિયરની બદલી કરી દેવામાં આવી.

રાજયમાં તાજેતરમાં થયેલ પેટાચુંટણીમાં ઇમરતી ડબરા વિધાનસભા બેઠકમાં હારી ગઇ હતી ત્યારબાદ તેમણે મુખ્યમંત્રીને પોતાનું રાજીનામુ મોકલી આપ્યું હતુ ંજે હજુ સુધી મંજુર કરવામાં આવ્યું નથી આ દરમિયાન પીડબ્લ્યુડીએ તેમને ગ્લાલિયરના ઝાંસી રોડ પર મળેલ સરકારી બંગલો ખાલી કરવા માટે નોટીસ મોકલી હતી આ નોટીસમાં લખવામાં આવ્યું હતું કે ઇમરતી દેવીને પાસે હવે કોઇ પદ નથી આથી બંગલો ખાલી કરી પડીબ્લ્યુડીને સોંપવામાં આવે.

પૂર્વ મંત્રીને એન્જીનીયર ઓમહરિ શર્માએ નોટીસ મોકલી હતી નોટીસની કોપી સોશલ મીડિયામાં વાયરલ થયા બાદ સનસનાટી મચી ગઇ હતી આ મામલા પર એસડીએમ કિશોર કન્યાલે કહ્યું કે પીડબ્લ્યુડીના એગ્ઝીકયુટિવ એન્જીનીયરે વર્તમાન મંત્રીને આવાસ ખાલી કરવાની નોટીસ મોકલી છે જે ખોટી છે.

કન્યાલે કહ્યું કે નોટીસ ખોટી રહી તે મોકલવામાં આવી છે કારણ કે ઇમરતી દેવી હજુ પણ મંત્રી છે અને કોઇ મંત્રીને આવી નોટીસ મોકલી શકાય નહીં ત્યારબાદ આદેશ આપ્યો કે પીડબ્લ્યુડીના એગ્ઝીકયુટિવ એન્જીનિયર શર્માની બદલી ગ્વાલિયરથી ભોપાલ કરી દેવામાં આવી છે એ યાદ રહે કે ઇમરતી દેવી જયોતિરાદિત્યના સટ્ટર સમર્થકોમાંથી એક છે.
ઇમરતી તે ૨૨ ધારાસભ્યોમાં સામેલ હતી જેમાં માર્ચ ૨૦૨૦માં કોંગ્રેસથી રાજીનામુ આપી ભાજપના સભ્ય બન્યા હતાં આ કારણે કમલનાથના નેતૃત્વમાં બનેલ સરકાર લધુમતિમાં આવી હતી.ત્યારબાદ રાજયમાં શિવરાજના નેતૃત્વમાં બનેલ સરકારમાં તેમને મહિલા અને બાળ વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા હતાં જાે કે પેટાચુંટણીમાં તેઓ હારી ગયા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.