Western Times News

Gujarati News

શોપિયાંના માર્ગો પર NSA ડોભાલ, કાશ્મીરીયો સાથે કર્યું ભોજન

અજીત ડોભાલ જમ્મુ કાશ્મીરથી કલમ-370 હટાવ્યા પછી શોપિયાં મુલાકાત પર છે. તેમણે અલગ અલગ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતુ. તેઓ શોપિયાંમાં જાહેર જનતાની સાથે ભોજન કર્યા પછી ત્યાનાં પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી હતી. તેમની સાથે ડીજીપી દિલબાગ સિંહ પણ હાજર હતા. પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કર્યા પછી તેમણે શસ્ત્ર દળોનાં જવાનો સાથે પણ મુલાકાત કરી અને સુરક્ષા કેવી છે તેની જાણકારી મેળવી હતી.

 

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા પછી અજિત ડોભાલની આ પહેલી મુલાકાત છે. મંગળવારે તેમની મુલાકાત પૂર્વે રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતુ. અને સંબંધિત જિલ્લાના પોલીસ કમિશનરોને પોતપોતાના વિસ્તારોમાં લોકોને પૂરી મદદ કરવા નિર્દેશ આપ્યો હતો.

 

 

સીસીએસ બેઠક લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી અને આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ પ્રધાન એસ.કે. જયશંકર અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર હતા.વડા પ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ પણ ઉચ્ચ સ્તરીય બેઠકમાં હાજર રહ્યા હતા

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.