Western Times News

Gujarati News

ડિસેલિનેશન પ્લાન્ટ કચ્છ માટે ગેમ ચેન્જર બની શકે છે

કચ્છ, ૧૫ ડિસેમ્બરના રોજ પીએમ મોદીના હસ્તે કચ્છને મહત્વના બે પ્રોજેક્ટ મળવાના છે. ગુજરાત દેશમાં વૈકલ્પિક ઊર્જા ક્ષેત્રે ક્રાંતિકારી પગલું ભરવા જઈ રહ્યું છે. વિશ્વના સૌથા મોટા હાઈબ્રિડ પાર્ક અને માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટનો શિલાન્યાસ થવાનો છે. જિલ્લાનાં ઔદ્યોગિક વિકાસ માટે ભૂકંપ પછી વિકાસનો આ બીજાે મહત્ત્વનો તબક્કો બની રહેવાનો છે. આ સાહસ નવું રોકાણ લાવવા સાથે કચ્છવાસીઓ માટે ગેમ ચેન્જર બની રહેશે. ભારત-પાકિસ્તાનની સરહદ નજીકનાં કચ્છની રણ સીમાએ ૬ કિ.મીના પ્રોજેક્ટ આકાર લેશે. ત્યારે કચ્છ માટે આ હાઈબ્રિડ પાર્ક પ્રોજેક્ટ ગેમ ચેન્જર બની રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા હાઈબ્રિડ પાર્કનું ૧૫ ડિસેમ્બરે ઉદ્‌ઘાટન કરશે. કચ્છના ખાવડા પાસે રિન્યુએબલ એનર્જીના સૌથી મોટા હાઈબ્રિડ પાર્કનું ખાતમુહૂર્ત તેઓ કરશે. એનટીપીસી, એસઈસીઆઈ, જીએસઈસી, એસયુઝેડએલઓએન, એડીએએનઆઈ, જીઆરઈઈએન, ઈએનઈઆરજીવાય સહિત આઠ કંપનીઓ રિન્યુએબલ એનર્જિમાં રોકાણ કરશે. ૩૦ હજાર મેગાવોટનો દુનિયાનો આ સૌથી મોટો ગ્રીન એનર્જી પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન થવાનું છે.

સોલાર અને વિન્ડ એનર્જી પાર્કનું ખાત મુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. તબક્કાવાર આ હાઈબ્રિડ પાર્કનું કામ પૂર્ણ થશે. આ પ્રોજેક્ટથી કચ્છ, માંડવી, ઘોઘા, સૂત્રાપાડા, દ્વારકા અને પોરબંદરમાં પાણીની સમસ્યાનો અંત આવશે. જેનાથી દરિયા કિનારાના વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર થશે. પાંચેય સ્થળો પરના પ્લાન્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમૂર્ત થશે.

ખારા પાણીને મીઠું કરવાનો આ પ્લાન્ટ છે. જેથી આ પાણી બાદમાં પીવા માટે, સિંચાઇ અને ઔદ્યોગિક ઉપયોગમાં લઈ શકાશે. માંડવી તાલુકાના ગુંદીયાળી પાસેના ઘ્રબુડી દરિયા કિનારે ૬૦ એકર જેટલા વિસ્તારમાં ૮૦૦ કરોડના ખર્ચે આકાર પામનારા ડિસેલિનેશન પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. દરિયાના ખારા પાણીને મીઠા જળમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ પ્લાન્ટથી માંડવી-મુન્દ્રા તાલુકાના આઠ લાખ લોકોને લાભ મળશે. ખારા પાણીને મીઠા કરવાનો કચ્છનો આ પ્રથમ પ્રકલ્પ પુર્ણ થવાથી માંડવી અને મુન્દ્રાના ૩૦૦થી વધુ ગામો નર્મદાના અવલંબનથી મુકત થશે. પ્લાન્ટ શરૂ થયા બાદ નવા પંમ્પિંગ સ્ટેશનમાંથી બલ્ક પાઈપ લાઈનને પાણી પુરવઠાની ગ્રીડ સાથે જાેડી દેવાશે.

આમ પાણી વહેતું થશે ત્યારે ગ્રામ્ય વિસ્તારો તેમજ કેટલાક ઔઘોગિક એકમો લાભન્વિત થશે. ૧૦૦ એમએલડીની ક્ષમતા સાથેનો આ મહત્વનો પ્રકલ્પ એક સમયે સાઇડમાં મૂકી દેવાયો હોય તેવું દેખાતુ હતું. પણ હવે વડાપ્રધાનની મુલાકાત સમયે આ પ્લાન્ટનું ભૂમિપૂજન કરાશે તેવી જાહેરાત થતાં સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે અને સંબંઘિત કચેરીના વડા સ્થળ પર સ્થિતિની સમીક્ષા કરી ઉચ્ચ કક્ષાએ રિપોટિંગ કરી રહ્યા છે. પ્લાન્ટ શરૂ થવાનો છે એ જગ્યાની આજુબાજુ ઝાડી કાપવાની સાથે ફેન્સિંગનું કામ બે દિવસ પહેલા જ શરૂ કરાયું હતું.

વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એજી વનરા કહે છે કે, માંડવીના ગુંદીયાળીમાં આકાર લેનારા પ્લાન્ટની ક્ષમતા ૧૦૦ એમએલડી છે. જે રાજ્યના અન્ય ત્રણ પ્રકલ્પ કરતાં સૌથી વઘુ છે. દ્વારકા પાસે ગાંઘવી ગામ અને ભાવનગરના ઘોઘાની પાસે નિર્માણ પામનારા પ્લાન્ટની ક્ષમતા ૭૦ એમએલડી અને સોમનાથના સુત્રાપાડા પાસેના ગામમાં ૩૦ એમએલડી ક્ષમતા સાથેનો પ્લાન્ટ સ્થાપિત કરાશે. ભૂકંપ પહેલાં કચ્છમાં કુલ ૨૫૦૦ કરોડ આસપાસ ઔદ્યોગિક રોકાણ થયું હતું. ભૂકંપ પછી ટેક્સ હોલિડે બાદ ૨૦ વર્ષ દરમ્યાન દોઢ લાખ કરોડ જેટલું રોકાણ થયું છે. હાઇબ્રિડ પ્રોજેકટથી આગામી ૪-૫ વર્ષમાં એટલું જ વધુ રોકાણ આવવાની શકયતા છે તેવું ફોકિયા (ફેડરેશન ઓફ કચ્છ ઇન્દ્રસ્ટ્રીઝ એસોસિયેશન) એ જણાવ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.