Western Times News

Gujarati News

પાટણના CSના વિદ્યાર્થીઓને ઘર આંગણે અભ્યાસની તમામ સગવડો મળી રહેશે

કંપની સેક્રેટરી ઇન્સ્ટી. દ્વારા ગોકુલ યુનિ.ની સાથે કરાર

અમદાવાદ,  કંપની સેક્રેટરી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયા દ્વારા સિઘ્ઘપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી અભ્યાસ,જ્ઞાન, હુન્નર તથા અભ્યાસને લગતી તમામ રચનાત્મક બાબતોની બન્ને સંસ્થાઓ વચ્ચે આપલે કરવાના કરાર કરવામાં આવ્યા છે. આ કરાર મુજબ બન્ને સંસ્થાઓ સંયુકત રીતે શૈક્ષણિક સંશોઘનો,સંયુકત કાર્યશાળા,વ્યવસાયિક વિકાસ, શિક્ષકોના વિકાસ માટેના કાર્યક્રમો તથા અભ્યાસના સ્ત્રોત અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનારોમાં સંયુકત રીતે ભાગ લેવો.

હાલની પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને આ બન્ને સંસ્થાઓ વચ્ચેનો કરારનો કાર્યક્રમ વચર્યુઅલ એટલે કે ઓન લાઇન યોજવામાં આવ્યો હતો. આ અંગે માહિતી આપતા કંપની સેક્રટરી ઇન્સ્ટીટયુટ અમદાવાદ શાખાના ચેરમેન અભિષેક છાજડે જણાવ્યું હતુ કે સીએસ ઇન્સ્ટીટયુટ માત્ર એક જ અભ્યાસક્રમ પુરુતુ મર્યાદીત રહેશે નહી.

સમાન્ય વ્યકિત હોય કે પછી વિર્ઘાર્થી એક સામાન્ય જ્ઞાન તરીકે કંપનીઓને લગતા કાયદા તથા તેના નિયમો અને શરતો તથા શેરઘારકોના હિતની બાબતોના નિયમો કયા છે તે જાણવું જરુરી છે દરેક બાબતો સેબીની અંડરમાં આવતી નથી . રજીસ્ટર ઓફ કંપનીને પણ ઘણી બઘી સતાઓ રહેલી છે તે તમામ બાબતોથી માહિતગાર થવું જરૂરી છે.

આ કરાર માત્ર કંપનીને લગતા નિયમો , શરતો કાયદાઓ માટે નથી પરંતુ તે સિવાયના અનેક કાર્યક્રમો હોય છે જેમ કે કોઇ સંશોઘન કરવાનું હોય તો તેમા વિર્ધાર્થીની કે પછી અઘ્યાપકોના માર્ગદર્શનની જરૂર પડે તો તે તમામ બાબતોની આપ લે કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.