Western Times News

Gujarati News

ગધેડાની લીંડી અને એસિડથી મસાલા બનાવતી ફેક્ટરી પકડાઈ

આગ્રા, જાે તમે પણ દાળશાકમાં તૈયાર મસાલા નાખી તેને ચટપટા બનાવવાના શોખીન હો તો હવે સાવધાન થઈ જાઓ. શક્ય છે કે તમે હોંશેહોંશે જે મસાલો વાપરો છો, તેમાં ગધેડાની લીંડી પણ હોઈ શકે છે. વાંચવામાં ભલે આ વાત વિચિત્ર લાગે, પરંતુ ઉત્તર પ્રદેશમાં પોલીસે ખરેખર એવી એક મસાલા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે, કે જ્યાં ગધેડાની લીંડી તેમજ અત્યંત ખતરનાક એસિડ દ્વારા મલાલા બનાવવામાં આવતા હતા. યુપીના હાથરસના નવીપુરમાં પોલીસે સોમવારે એક મસાલા બાવતી ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે અહીં જાણીતી લોકલ બ્રાંડ્‌સના નામે ડુપ્લિકેટ મસાલા બનાવવામાં આવે છે, અને તેમાં ગધેડાની લીંડી તેમજ કેમિકલ નાખવામાં આવે છે.

પોલીસે ફેક્ટરીના માલિક અનુપ વાર્શનીની ધરપકડ કરી છે, જે હિન્દુ યુવા વાહિનીનો મંડળ સહ પ્રભારી પણ છે. આ મામલે જિલ્લાના જાેઈન્ટ મજિસ્ટ્રેટ પ્રેમ પ્રકાશ મીણાએ જણાવ્યું હતું કે આ રેડમાં ૩૦૦ કિલો જેટલો મસાલો જપ્ત કરાયો છે, અને તેને કેટલીક લોકલ બ્રાંડના નામ પર પેક કરવામાં આવી રહ્યો હતો. રેડ દરમિયાન પોલીસને ફેક્ટરીમાંથી ગધેડાની લીંડી, ભૂસું, કૃત્રિમ કલર તેમજ એસિડથી ભરેલા ડ્રમ પણ મળી આવ્યા હતા, જેનો ઉપયોગ આ મસાલા બનાવવામાં થતો હતો. ફેક્ટરીમાં ધાણાજીરું, લાલ મરચું, હળદર, ગરમ મસાલા બનાવાતા હતા, અને તેના ૨૭ જેટલા સેમ્પલને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે, તેમજ તેનો રિપોર્ટ આવ્યા બાદ ફેક્ટરીના માલિક સામે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે.

પોલીસે હાલ ફેક્ટરી માલિકને રિમાન્ડ પર પણ લીધો છે. તેની પાસે ફેક્ટરી ચલાવવાનું કોઈ લાઈસન્સ પણ નહોતું. તેની ફેક્ટરીમાંથી ભેળસેળનો જે સામાન મળ્યો છે, તે અન્ય ફેક્ટરીઓમાં પણ પહોંચાડાતો હતો કે કેમ તેની પણ પોલીસે તપાસ શરુ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.