Western Times News

Gujarati News

ગઢડા મંદિર- ડીવાયએસપીને હાઇકોર્ટની નોટિસ ફટકારાઇ

અમદાવાદ, ગઢડા સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. મંદિર ટ્‌ર્‌સ્ટની ઓફિસમાં પોલીસ કર્મચારીઓએ કરેલી ગેરવર્તણુક મામલે અરજદારે હાઇકોર્ટમાં ફરિયાદ કરી હતી ત્યારે હાઇકોર્ટે ડીવાયએસપી રાજદીપ નકુમને નોટીસ ફટકારી છે અને ૨૨ જિસેમ્બર સુધી જવાબ રજુ કરવા સુચના આપી છે.

આ મામલે વધુ સુનાવણી ૨૨ ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. ડીવાયએસપીના ગેરવર્તણુકના વીડિયો પણ હાઇકોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતાં. ગઢડા મંદિર દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં ચુંટાયેલા ટ્રસ્ટીઓને ટ્રસ્ટની કામગીરીમાં અવરોધ કરવામાં આવતા હોવાની રજુઆત કરવામાં આવી હતી

ડીવાયએસપી નકુમ અને અન્યો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી ટ્રસ્ટની ઓફિસમાં ડીવાયએસપી નકુમે કરેલી ગેરવર્તણુકના સીસીટીવી રજુ કરવામાં આવ્યા હતાં પોલીસની ગેરવર્તણુકના પુરાવા કોર્ટમાં મંદિર દ્વારા રજુ કરવામાં આવ્યા હતાં. ગઢડા મંદિર તરફથીપણ પક્ષકાર તરીકે જાેવા માટે હાઇકોર્ટમાં આગામી દિવસોમાં અરજી કરવામાં આવશે ત્યારે રાજય સરકારે જવાબ રજુ કરવા માટે સમય માંગ્યો છે આ મામલે વધુ સુનાવણી ૨૨મી ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે

એ યાદ રહે કે ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદમાં કેટલાક વિડીયો વાયરલ થયા છે જેાં નકુમ દ્વારા ઓફિસમાં કરેલ દાદાગીરી બાદ થયેલ વાર્તાલાપનો વીડિયો વાયરલ થયો છે.અને ખરાબ વ્યવહાર કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.