Western Times News

Gujarati News

સંજેલી તાલુકાના ખેડુતોને ટેકાના ભાવ મેળવવા ૫૦ કિમી સુધીનો ધક્કો ખાવા મજબૂર

અણિકા ગોડાઉનમાંથી વેપારી દ્વારા ડાંગર ખાલી ન કરાતાં બલૈયા કેન્દ્ર શરૂ   કરાતા આશ્ચર્ય.

શ્રીમંત ખેડૂતો ટેકાના ભાવથી વંચિત રહેવાનો વારો આવ્યો.

પ્રતિનિધિ સંજેલી: સંજેલી તાલુકા ના અણીકા ગામે આવેલી ગોડાઉનમાં ગત વર્ષ ની ટેકાના ભાવે ખરીદેલી ડાંગર વેપારી દ્વારા ખાલી ન કરાતા તાલુકાના મોટા ખેડુતો સમય અને પૈસાનો બગાડ કરી ટેકાના ભાવ મેળવવા પ૦કિમી સુધી ના ધક્કા ખાવા મજબુર બન્યા છે.તાલુકામાં કેન્દ્ર શરૂ ન થતાં શ્રીમંત ખેડૂતો ટેકાના ભાવ થી વંચિત રહ્યાં છે.આવા લેભાગુ વેપારી સામે યોગ્ય કાર્યવાહી કરી ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી જગતના તાતની માંગ ઉઠવા પામી છે.

સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં વિવિધ  યોજના અમલમાં મુકવામાં આવે છે.તેમજ વિવિધ તાલુકાઓમાં પુરતી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે  સંજેલી તાલુકામાં લાખો રૂપિયાના ખર્ચે અણીકાગામે બનાવેલ નવીન ગોડાઉન બનાવવામાં આવ્યું હતું.જેમા ગયા વર્ષે ટેકાના ભાવે ડાંગરની ખરીદી  કરવામાં આવી હતી.ગોડાઉન પેક થઈ જતા તાત્કાલિક બલૈયા ખાતે આવેલા ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી.જે બાદ એક વર્ષ વિતી ગયો છતાં વેપારી દ્વારા ગોડાઉન ખાલી ન કરાતા આ વર્ષે સંજેલી તાલુકામા ટેકાના ભાવે ડાંગરની ખરીદી બલૈયા ખાતે શરુ કરવામાં આવી છે.

મોટા ખેડૂતો ટેકાના ભાવ મેળવવામાં સંજેલીતાલુકા થી પ૦ કિમી દૂર આવેલા ફતેપુરા તા.બલૈયા ખાતે પોતાનો સમય અને ભાડાઓ ખર્ચી ડાંગર વેચવા મજબુર બન્યા છે.કેન્દ્ર દૂર હોવાથી ઘાટ કરતાં ઘડામણ મોંઘી ને કારણે શ્રીમંત ખેડૂતો ટેકાના ભાવ મેળવવાથી વંચિત રહ્યાં છે.કારણકે પાવલાંની પાડી અને આઠના ચરાય જેવી નાના ખેડૂતો માટે ઘાટ સર્જાયો છે.કુદરત જાણે રૂઠી હોય તેમ આ વર્ષે ચોમાસામાં સમયસર અને પૂરતો વરસાદ ન પડવાથી પૂરતા પ્રમાણમાં ડાંગર નો પાક પણ ખેડુતોને મળ્યો નથી.

બીજી તરફ વેપારીના ભૂલને કારણે શ્રીમંતખેડુતો ટેકાના ભાવથી વંચિત રહ્યાં છે. અને મોટા ખેડૂતો ને સમય અને ભાડાનુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે આવા લેભાગુ વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરી તાલુકામાં ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી જગતના તાતની માંગ ઉઠવા પામી છે.

જવાબ….અમદાવાદ નાં મિલ માલિકને ડાંગર વેચાણ આપી હતી તેને ચાર પાંચ ગાડી જેટલો માલ ઉઠાવ્યા બાદ પોસાતું નથી તેવું કહી બંધ કરી દીધું હતું.હાલ દાહોદના મીલ માલિકને આપવા માટેનું વાતચીત ચાલે છે. સંજેલી ગોડાઉનમાં માલ પેક છે અને બલૈયા વાળું ગોડાઉન પણ પેક થઇ જવા કરે છે.હાલ સંજેલી તાલુકાની ખરીદ કેન્દ્ર બલૈયા ખાતે ચાલે છે..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.