Western Times News

Gujarati News

AMU સમારોહ : પાંચ દશકમાં પહેલીવાર વડાપ્રધાનનું સંબોધન

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી સમારોહને સંબોધિત કરશે .આવું પહેલીવાર છે જ્યારે પાંચ દશકથી પણ વધુ સમયમાં કોઈ વડાપ્રધાન એએમયુના કાર્યક્રમમાં સામેલ થશે. આ પહેલા ૧૯૬૪માં તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્રી એએમએ એએમયુના દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યું હતું.

વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી એએમયુના શતાબ્દી સમારોહને સંબોધિત કરશે. પીએમ મોદીની સાથે આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને યુનિવર્સિટીના કુલાધિપતિ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન પણ સામેલ થશે. આ અવસરને યાદગાર બનાવવા માટે વડાપ્રધાન એક વિશેષ પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડશે.

આ મહિનાની શરૂઆતમાં યુનિવર્સિટીએ જાહેરાત કરી હતી કે શતાબ્દી સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુખ્ય અતિથિ હોઈ શકે છે. યુનિવર્સિટીના સૂત્રો મુજબ, મુખ્ય અતિથિમાં ફેરફાર અંતિમ ઘડીએ કરવામાં આવ્યા છે. કુલપતિ, પ્રોફેસર તારિક મંસૂરે કહ્યું કે એએમયુના શતાબ્દી સમારોહમાં ભાગ લેવા માટે વડાપ્રધાનનો આભારી છું.તેઓએ કહ્યું કે ઐતિહાસિક વર્ષ દરમિયાન યુનિવર્સિટીનો વધુ વિકાસ થશે,

જેનાથી સ્ટુડન્ટ્‌સનો પ્રાઇવેટ અને સાર્વજનિક ક્ષેત્રોમાં નિયુક્તિમાં મદદ મળશે. પ્રોફેસર મંસૂરે યુનિવર્સિટીના સમુદાય, કર્મચારીઓ, સભ્યો, સ્ટુડન્ટ્‌સ અને પૂર્વ સ્ટુડન્સ્કને કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી માટે અપીલ કરી. તેઓએ કહ્યું કે શતાબ્દી સમારોહમાં હજુ લોકો રાજનીતિથી ઉપર ઉઠીને સામેલ થાય છે.

સર સૈયદ અહમદ ખાને ૧૮૭૭માં મોહમ્મદડન એન્ગો ઓરિએન્ટલ સ્કૂલની સ્થાપના કરી હતી. ૧૯૨૦માં તે જ સ્કૂલે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું રૂપ લીધું. તેનું કેમ્પસ ઉત્તર પ્રદેશના અલીગઢમાં ૪૬૭.૬ હેક્ટરમાં ફેલાયેલું છે. કેમ્પસની બહાર કેરળના મલ્લપુરમ, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ-જાંગીપુર અને બિહારના કિશનગંજમાં પણ તેના કેન્દ્ર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.