Western Times News

Gujarati News

કોરોના વાયરસનો નવો પ્રકાર હાલ નિયંત્રણમાં છે : WHO

નવી દિલ્હી,  બ્રિટેનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ઝડપથી ફેલાઇ રહ્યો છે. જેવના કારણે ઘણા બધા દેશોની ચિંતામાં વધારો થયો છે. જેના કારણે તમામ દેશોએ સાવધાનીના પગલા લેવાની શરુઆત પણ કરી દીધી છે. આ નવા સ્ટ્રેનના મળવાના કારણે બ્રિટનમાં પહેલા કરતા પણ વધારે કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ બધા વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે બ્રિટેનમાં મળેલો કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હાલ કાબૂમાં છે. વર્તમાન સમયે આપણી પાસે જે ઉપાય છે તેના વડે તેના પર કાબૂ મેળવી શકાય તેમ છે.

જે માહિતિ સામે આવી છે તે પ્રમાણે કોરોના વાયરસના આ નવા સ્ટ્રેનના ફેલાવાની દર ઘણી વધારે છે. એટલે કે આ નવો વાયરસ પહેલા કરતા પણ વધારે ચેપી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઇમરજન્સી વિભાગના પ્રમુખ માઇકલ રેયાને એક ખાસ કોન્ફ્રન્સમાં જણાવ્યું કે કોરોના મહામારીના સમય દરમિયાન અમે ઘણી જગ્યાઓ પર આ કરતા પણ વધારે સંક્રમણ દર જોઇ  છે અને તેના પર નિયંત્રણ પણ મેળવ્યું છે. તેને જોતા અત્યારે બ્રિટનમાં જે સ્થિતિ છે તે નિયંત્રણ બહાર ના કહી શકાય. પરંતુ તેને આમજ ના છોડી શકાય.

આ પહેલા બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હૈનકોકે દાવો કર્યો હતો કે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન નિયંત્રણ બહાર છે. બ્રિટિશ અધિકારીઓનું કહેવું છે કે કોરોના વાયરસનો આ નવો પ્રકાર પહેલા કરતા 70 ટકા વધારે ઝડપથી ફેલાઇ રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિકારી રેયાને કહ્યું કે વર્તમાન સમયે આપણે જે ઉપાય કરી રહ્યા છીએ તે એકદમ બરાબર છે.

તેમણે આગળ ક્હ્યું કે આપણે એ જ કરવાની જરુર છે જે આપણે કરી રહ્યા છીએ. આપણે બસ તેમાં થોડી ઝડપ લાવવાની જરુ છે અને લાંબા સમય સુધા આ ઉપાયો કરવાની જરુર છે જેથી વાયરસને નિયંત્રણમાં લાવી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.