Western Times News

Gujarati News

વીએ યુઝર્સને વર્ટિકલ વીડિયો સ્ટોરીઝ ઓફર કરવા ફાયરવર્ક સાથે પાર્ટનરશિપ

“30 સેકન્ડમાં મનોરંજન”-પોતાના યુઝર્સને વીડિયો સ્ટોરી ફોર્મેટ પૂરી પાડનાર પ્રથમ ભારતીય ઓપરેટર

મુંબઈ, ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાના વિઝન સાથે ભારતની અગ્રણી ટેલીકોમ ઓપરેટર વીએ સિલિકોન વેલીમાં સ્થિત વિશ્વનાં સૌથી મોટાં સ્ટોરી પબ્લિશિંગ પ્લેટફોર્મ ફાયરવર્ક સાથે વ્યૂહાત્મક પાર્ટનરશિપ કરી છે.

પહેલી વાર કોઈ પણ ભારતીય ટેલીકોમ ઓપરેટરે એના યુઝર્સને સ્ટોરીઝ ફોર્મેટ પ્રસ્તુત કરવા લીડ લીધી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે લગભગ દરેક પ્લેટફોર્મે સ્ટોરીઝ ફોર્મેટ અપનાવી છે, જે એના દર્શકો સાથે વધારે જોડાણ માટે એને સક્ષમ બનાવે છે. પાર્ટનરશિપ વીને આંતરરાષ્ટ્રીય કન્ટેન્ટ સ્ટુડિયોઝમાંથી ફાયરવર્કના બહોળા કન્ટેન્ટ ખજાનાનો ઉપયોગ કરવાની સુવિધા આપશે અને સાથે સાથે વિશિષ્ટ ઓક્યુપેશનલ જનરેટેડ કન્ટેન્ટ (ઓજીસી) ક્રીએટર્સની સુલભતા પણ આપશે, જેઓ વિવિધ વિષયોમાં કુશળ સ્ટોરીટેલર્સ છે.

વીના ચીફ માર્કેટિંગ ઓફિસર અવનીશ ખોસલાએ કહ્યું હતું કે, “અમે લાઇવ ટીવી, મૂવીઝ અને વી મૂવીઝ અને ટીવી એપ પર વિવિધ ભાષાઓમાં વેબ સીરિઝ જેવા તમામ પ્રકારના માધ્યમોમાં વિવિધ ઓટીટી કંપનીઓની કન્ટેન્ટ પ્રદાન કરીશું. વી એના ગ્રાહકો માટે ખાસ તૈયાર કરેલા સૌથી વધુ ટ્રેન્ડ થયેલા શોર્ટ વીડિયોને પ્રોત્સાહન આપવા ફાયરવર્ક સાથે પાર્ટનરશિપ કરનાર પ્રથમ ટેલીકોમ ઓપરેટર બની છે.

ફોર્મેટ વિવિધ કેટેગરીઓ અને ઇન્ટરેસ્ટમાં “30 સેકન્ડ”માં તમને મનોરંજન આપવા ડિઝાઇન કરેલી છે. મોબાઇલ મનોરંજન માટે પસંદગીની સ્ક્રીન બની ગઈ છે અને લોંગ-ફોર્મ કન્ટેન્ટની સરખામણીમાં શોર્ટ વીડિયો જોવા માટે ખર્ચ થતો સરેરાશ સમય નોંધપાત્ર રીતે વધારે છે, જે શોર્ટ વીડિયો દ્વારા પ્રદાન કરવામાં આવતા વિશિષ્ટ મનોરંજનને પ્રદર્શિત કરે છે. ફાયરવર્ક સાથે અમારી પાર્ટનરશિપ દ્વારા વીના સબસ્ક્રાઇબર્સને તમામ જનર અને ભાષાઓમાં ટ્રેન્ડિંગ સ્ટોરીઝમાંથી પસંદગી કરવાનો વિકલ્પ મળશે.”

આ પાર્ટનરશિપ વિશે ફાયરવર્કમાં મોબાઇલના પ્રેસિડન્ટ આનંદ વિદ્યાનંદે કહ્યું હતું કે, “ફાયરવર્ક ટેલીકો ઓટીટી પર દુનિયામાં લોંચ થયેલા પ્રથમ શોર્ટ વીડિયો પ્લેટફોર્મ્સમાં સામેલ છે, જેને સતત ઇનોવેશન દ્વારા તેમના ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપવા વી જેવા થોટ-લીડર સાથે પાર્ટનરશિપ કરવાની ખુશી છે.

વીના યુઝર્સ હવે અન્ય એપ ડાઉનલોડ કર્યા વિના તેમની મનપસંદ કન્ટેન્ટની મજા લઈ શકે છે. વર્ટિકલ શોર્ટ-ફોર્મ વીડિયો અત્યારે મોબાઇલ સ્ટોર-ટેલિંગનું સૌથી અસરકારક સ્વરૂપ છે અને આ પાર્ટનરશિપ સાથે ફાયરવર્ક ટેલીકોમ ઓપરેટર્સ, ડિવાઇઝ ઉત્પાદકો અને એપ ડેવલપર્સ સુધી પહોંચવા સક્ષમ બની છે. ફાયરવર્ક વીના ગ્રાહકોને વિવિધ ભારતીય પ્રાદેશિક ભાષાઓ સહિત આશરે 40 મનોરંજક કેટેગરીઓમાં બેસ્ટ ઓક્યુપેશનલી જનરેટેડ શોર્ટ-વીડિયો કન્ટેન્ટ પ્રસ્તુત કરવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.”

જ્યારે આ જોડાણ વીના ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપશે અને ફાયરવર્કની પહોંચમાં નોંધપાત્ર વધારો થશે, ત્યારે છૂટીછવાઈ કન્ટેન્ટમાં સરળતાપૂર્વક શોધી શકવાની ક્રિએટર સમુદાયની જરૂરિયાત પૂર્ણ કરશે, જે ફાયરવર્કની આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સ્ટોરી ઇકોસિસ્ટમ પર પથપ્રદર્શક છે, જેમાં ટોપ ટાયર પરંપરાગત પબ્લિશર્સ, ઓઇએમ, નેટવર્ક ઓપરેટર્સ અને બ્લોગ્સ સામેલ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.