Western Times News

Gujarati News

કિસાન સમ્માન નિધિ યોજનાનાં લાભથી પશ્ચિમ બંગાળનાં 70 લાખ ખેડુતોને મમતા બેનર્જી વંચિત રાખી રહ્યા છે: PM મોદી

કોલકાત્તા, એનસીપી નેતા માજીદ મેમણે કેન્દ્ર સરકારને નિશાન બનાવતા કહ્યું કે ખુદ વડાપ્રધાને ખેડુત આંદોલનનાં નેતાઓ સાથે ચર્ચા કરી હોત તો સારૂ થાત, તો વળી કેજરીવાલે પણ બિજેપીને કહ્યું છે કે તમે એનું કહો છો કે આ કૃષિ કાયદાઓથી કોઇ નુકસાન નહીં થાય તો ફાયદો શું થશે, ખરેખર તો સત્ય એ છે કે આ કૃષિ કાયદાઓથી નુકસાન ઘણા છે અને ફાયદા કાંઇ જ નથી.

પીએમ મોદીએ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ પશ્ચિમ બંગાળનાં 70 લાખ ખેડુતોને વંચિત રાખવાનો આરોપ મમતા બેનર્જી પર લગાવ્યો, અને કહ્યું કે રાજકિય કારણોથી તે આવું કરી રહ્યા છે.

પીએમ મોદીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ થઇ રહ્યો છે, પરંતું આ યોજનાનો પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા કોઇ પણ પ્રકારનો અમલ કરવા ન આવી રહ્યો હોવા છતા પણ કોઇ આંદોલન નથી  થઇ રહ્યું.

તેમણે કહ્યું કે સમગ્ર ભારતમાં ખેડુતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે, તમામ વિચારધારાની સરકારો તેની સાથે  જોડાયેલી છે, એક માત્ર પશ્ચિમ બંગાળની સરકાર કે જ્યાં 70 લાખથી વધુ ખેડુતો આ યોજનાનો લાભ નથી લઇ શક્તા, તેમને આ પૈસા મળી રહ્યા નથી, કેમ કે રાજ્ય સરકાર તેનો અમલ નથી કરી રહી.

મોદીએ કહ્યું કે રાજ્યનાં ખેડુતોને નાણા કેન્દ્ર સરકાર આપે છે, રાજ્ય સરકારનો કોઇ ખર્ચ નથી, તો પછી શા માટે તેમને તેના લાભથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. રાજ્યનાં કેટલાક ખેડુતોએ તો તેમને ચિઠ્ઠી પણ લખી છે, પરંતું રાજ્ય સરકાર તેમાં રોળા નાખી રહી છે.

મોદીએ ડાબેરી પક્ષોને નિશાન બનાવતા કહ્યું કે તેઓ આ મુદ્દે કેમ રાજ્ય સરકાર વિરૂધ્ધ દેખાવો નથી કરતા, શું તમને ખેડુતો પ્રત્યે પ્રેમ નથી, બંગાળની ધરતી તમારી છે, તમે તો  ત્યાંથી ઉઠીને પંજાબ પહોચી ગયા.

તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોએ 30 વર્ષ સુધી રાજ કર્યું અને રાજ્યને બર્બાદ કરી નાખ્યું, આ બાબત આખો દેશ જાણે છે, મમતા બેનર્જીનાં 15 વર્ષ જુના ભાષણ સાંભળો તો  તમે આ બાબત જાણી શકશો, વિચારધારાવાળાઓએ રાજ્યની શું હાલત કરી છે. સ્વાર્થની રાજનીતી કરનારાઓને જનતા સારી રીતે જોઇ રહી છે, આ લોકો દેશની અર્થનિતીને બરબાદ કરવામાં લાગ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.