Western Times News

Gujarati News

કોને એલીવેટરે ભારતમાં પર્યાવરણ સંરક્ષણના સંદેશ પર ભાર મૂક્યો

NCRની દિવાલો રંગબેરંગી ચિત્રો સાથે જીવંત થઈ અને લોકોને પર્યાવરણનું સંરક્ષણ કરવાનો અસરકારક સંદેશ આપ્યો

નવી દિલ્હી, ફિનલેન્ડની કોને કોર્પોરેશનની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને ભારતમાં અગ્રણી એલીવેટર અને એસ્કેલેટર સપ્લાયર કોને એલીવેટર ઇન્ડિયાએ પર્યાવરણ સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર લોકોને જાગૃતિ કરવા એક અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનો પ્રથમ તબક્કો એનસીઆર રિજનમાં  શરૂ થયો છે, જે હવે અન્ય વિસ્તારોમાં શરૂ થશે.

ચમકદાર, જીવંત અને આકર્ષક વોલ પેઇન્ટિંગ દ્વારા કોને એલીવેટર ઇન્ડિયા પસંદગીના ત્રણ ક્ષેત્રોમાં પર્યાવરણનું સંરક્ષણ કરવાનો સંદેશ આપશે – એક, સિંગલ-યુઝ પ્લાસ્ટિક દ્વારા પ્રદૂષણ, બે, કચરાનું વ્યવસ્થાપન અને ત્રણ, જળ સંરક્ષણ. આ પહેલ ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાનને સુસંગત છે.

કોને એલીવેટર ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અમિત ગોસ્સૈને કહ્યું હતું કે, “સમાજ પ્રત્યે અમારી કટિબદ્ધતા આપણી મૂલ્ય વ્યવસ્થાનું અભિન્ન અંગ છે અને કોનેમાં અમે સમાજને કશું પરત કરવા વિવિધ પ્રયાસોમાં હંમેશા સંકળાયેલા છીએ. પર્યાવરણ પ્રત્યે જાગૃત કંપની તરીકે અમારા આ અભિયાનનો ઉદ્દેશ વિવિધ પગલાં દ્વારા સમુદાયનું ઉત્થાન કરવાનો છે, જે ટકાઉ વિકાસ તરફ દોરી જશે.”

ગ્રીન ડ્રીમ ફાઉન્ડેશન સાથે પાર્ટનરશિપમાં આ અભિયાન જાહેર સ્થાનોમાં વિચારપ્રેરક વિઝ્યુઅલ્સ ઊભા કરવા સ્થાનિક અને વ્યાવસાયિક કલાકારોને જોડશે તથા સમગ્ર શહેરની નિસ્તેજ દિવાલોને જીવંત કરશે અને તેમને રંગબેરંગી પેલેટ બનાવશે. આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો એનસીઆર રિજનમાં શરૂ થયો છે. નોઇડામાં એકથી બે દિવાલોનું રંગબેરંગી ચિત્રોથી જીવંત થઈ ગઈ છે અને ગુરુગ્રામ અગાઉ દિલ્હીમાં કામગીરી શરૂ થઈ છે.

દિવાલનાં ચિત્રકામ પછી વિવિધ જાહેર સ્થાનોમાં અસાધારણ આર્ટ ઇન્સ્ટોલેશન કરવામાં આવશે. આ આકર્ષક પ્લાસ્ટિકોફિલિક™ આર્ટવર્કમાં અનૌપચારિક ડમ્પ ટાર્ડ કે પ્રતિબંધ મૂક્યાના ભાગરૂપે એકત્ર થયેલી પ્લાસ્ટિકની સામગ્રીમાંથી પ્લાસ્ટિકના ટુકડાનો ઉપયો કરશે. આ રીતે કોને એલીવેટર ઇન્ડિયા ટકાઉપણાના ત્રણ R – Reduce (ઘટાડો), Reuse (પુનઃવપરાશ) અને Recycle (રિસાયકલ)ને ટેકો આપશે.

આ અભિયાનથી જાહેર જનતા કળા પ્રત્યે વધારે સંવેદનશીલ બનશે અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ પર જાગૃત પણ. વળી એનાથી સ્થાનિક પેઇન્ટર્સ અને કલાકારોને આજીવિકા મેળવવામાં ટેકો મળશે, જેઓ હાલ રોગચાળાને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

અમિતે ઉમેર્યું હતું કે, “અમારું માનવું છે કે, જાગૃતિ લાવવા માટે કળા સૌથી વધુ અસરકારક માધ્યમ છે અને અમે આ અભિયાનમાં પર્યાવરણ સંરક્ષણના સંદેશ પર ભાર મૂક્યો છે. ચમકદાર રંગો સંચારનું અસરકારક માધ્યમ છે અને સિગ્નલ એક્શન, મૂડને પ્રભાવિત કરવા અને મનોજન્ય પ્રતિક્રિયાને પ્રભાવિત કરવા પણ એનો ઉપયોગ થઈ શકશે. અમને ખાતરી છે કે, આ અભિયાન આપણા લોકોને ઇકો-વોરિયર્સ બનવા, આપણી તમામ કામગીરીમાં પર્યાવરણનો વિચાર કરવા અને ટકાઉ વિકાસ માટે કામ કરવા પ્રેરિત કરશે.”

આ પહેલ વિશે ગ્રીન ડ્રીમ ફાઉન્ડેશનના સ્થાપક આશિષ સચદેવએ કહ્યું હતું કે, “અત્યારે ટકાઉપણું કે પ્રકૃતિનું સંરક્ષણ કરવાની તાતી જરૂર છે અને જો કોર્પોરેશન, ULBs અને NGOs એકછત હેઠળ આવે, તો ખરાં અર્થમાં આ સમસ્યાનું સમાધાન મળશે.

વિવિધ શહેરોમાં કોને એલીવટર ઇન્ડિયા અને ULBs સાથે અમારી પાર્ટનરશિપ સ્વચ્છ ભારત અભિયાન સાથે સ્વચ્છ ભારતનું નિર્માણ કરવાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આપણને દોરી જશે. જ્યારે અમે સંવેદના સાથે કળાત્મક કાર્ય અને મહેનતનો સમન્વય કરીને આ કામ કરીશું, ત્યારે અમારી તમામ પહેલોના હાર્દમાં ટ્રિપલ બોટમ લાઇન અભિગમ જાળવીશું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.