Western Times News

Gujarati News

ICICI લોમ્બાર્ડ SME માટે અલગ જ પ્રકારનું ઓનલાઈન બિઝનેસ પ્લેટફોર્મ લોન્ચ કર્યુ

તે એસએમઇસ માટે તેમની કંપનીઓને વિવિધ જોખમો સામે વીમાનું એક વન-સ્ટોપ-સોલ્યુશન્સ તરીકે સેવા આપશે

મુંબઈ, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ, દેશની અગ્રણી ખાનગી ક્ષેત્રની બીન-જીવન વિમા કંપની, રજૂ કરે છે, સ્મોલ અને મધ્યમ એન્ટરપ્રાઈઝીસ (એસએમઇસ) માટે એક ઓનલાઈન બિઝનેસીસ વીમા પ્લેટફોર્મ www.sme.icicilombard.com.

આ નવીઇન્ટરફેસએ એસએમઇના માલિકોને વીમા પ્રોડક્ટના રિન્યુ, તેમની વીમા પોલિસીને એન્ડોર્સ કરવા માટે તથા તેમના ક્લેમને નોંધવા માટે એક સરળ પ્લેટફોર્મ પૂરું પાડશે. આ પ્લેટફોર્મ દ્વારા બિઝનેસ ઓનરએ એક અલગ વીમા વિકલ્પ જેવા કે, મરીન ઇન્સ્યુરન્સ, વર્કમેન કમ્પન્ઝેશન વગેરે મેળવી શકે છે. કંપની સતત વધુને વધુ પ્રોડક્ટ્સ અને નવી રજૂ થયેલી ડિઝીટલ સુવિધા પર સેવા રજૂ કરે છે.

એસએમઇ એન્ટરપ્રાઈઝએ ભારતના વિકાસ એન્જિનનો મુખ્ય આધાર સ્તંભ છે. આ વિકાસને અસરકારક જોખમ મેનેજમેન્ટની તાલિમ લેવાની ખાતરી કરવાની જરૂરિયાત છે, જેનાથી તે નાના બિઝનેસ સાઈઝની તથા વિવિધ વાતાવરણમાં તેના ઓપરેશનની સંબંધિતતાને ધ્યાને રાખી શકે.

વધુમાં કોવિડ-19 જેવી ઘટના પણ તેમના બિઝનેસ પર નોંધપાત્ર અસર કરે છે. નવા રજૂ થયેલા પ્લેટફોર્મની સાથે, નાનકડા બિઝનેસમાં વિવિધ વીમા સંબંધિત ઉકેલ સરળતાથી ફક્ત એક બટનની ક્લિકથી જ મેળવી શકશે, જેથી તેઓ તેમના બિઝનેસ ઓપરેશન્સની સામે આવતા કોઈપણ જોખમને પર્યાપ્ત માત્રામાં કવર કરી શકે.

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના બિઝનેસ ઇન્સ્યુરન્સ પોર્ટફોલિયોમાં અલગ- અલગ પ્રકારના વીમા વિકલ્પ જેમાં પ્રોપર્ટીને નુક્શાની, માલસામાનના ટ્રાન્સપોર્ટ, કાયદાકીય જવાબદારી, સાયબર સિક્યુરિટી, સમગ્ર ક્ષેત્રમાં કર્મચારી સંબંધીત જોખમ સહિતના અન્યોને કવર કરવામાં આવે છે.

વધુમાં કંપની જ્યારે ગ્રાહકોની સેવામાં અત્યાધુનિક ટેકનોલોજી જેવી કે, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશિન લર્નિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) વગેરેને પણ સ્વિકારી શકે છે.

આ રજૂઆત અંગે જણાવતા, સંજીવ મંત્રી, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના એક્સિક્યુટિવ ડિરેક્ટર કહે છે, “આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ ખાતે અમે, નિભાયે વાદેની અમારી બ્રાન્ડ નીતિની સાથે ગ્રાહક કેન્દ્રિત વિકલ્પો ઓફર કરવા પર અમારું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, જેનાથી અમે અમારા અલગ- અલગ ગ્રાહકોના સેટ સુધી પહોંચી શકીએ.

એસએમઇ ક્ષેત્રમાં વધુ સંવેદનશીલથી લઈને એક કરતા વધુ જોખમ રહેલા છે અને તે રોગચાળા દ્વારા પણ નોંધપાત્ર રીતે અસરગ્રસ્ત બન્યું છે. બિઝનેસ વીમા માટે આ એક અલગ જ પ્રકારના ઓનલાઈન પ્લેટફોર્મની સાથે, અમે એસએમઇસને વધુ સક્ષમ બનાવી છીએ, જેનાથી અમારા બિઝનેસીસ વીમા ઉકેલને સરળતાથી કોઈપણ સમયે અને કોઈપણ સ્થળેથી કોન્ટેક્ટલેસ રીતે કરી શકાય.”

દેશમાં વધતા જતા ઇન્ટરનેટના વ્યાપ અને તેને પરિણામે વધતા જતા ડિઝીટલ સ્વિકાર્યને લીધે આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડએ આ પ્લેટફોર્મ દ્વારા સમગ્ર દેશના લગભગ 63.3 મિલિયન એમએસએમઇસ સુધી પહોંચવાનો તથા તેમના બિઝનેસ માટે સલામતી પૂરી પાડવા મદદ કરવાનો હેતુ છે.

આ નવી પહેલએ આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના નવી ટેકનિકના ઉપયોગથી ડિઝીટલ ટ્રાન્સફોર્મેશન તથા ગ્રાહકના મૂલ્ય દરખાસ્તને નવી વ્યાખ્યા આપવાના સંદર્ભમાં વીમા ક્ષેત્રે કંઈક નવું કરવાના ઉદ્દેશનો એક ભાગ છે. જ્યારે એસએમઇ ક્ષેત્રની વાત આવે ત્યારે કંપનીએ ઓટોમેશન તરફ દોડી રહી છે. તેનું ઓટોમેટેડ બોટ પ્લેટફોર્મ માયરા (માય રિમોટ આસિસ્ટન્ટ) જેનાથી ગ્રાહકોને તેમના પોલિસીના ક્વોટ્સને બૂટ્સ દ્વારા ઇમેલ મેળવવામાં તથા તેમના ટ્રાન્જેક્શન પૂરા કરવામાં સક્ષમ બનવાશે તથા આ પ્રસ્તાવને તે અડચણ રહિત બનાવશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.