Western Times News

Gujarati News

માસ પ્રમોશન નહીં, સ્કૂલોમાં પરીક્ષા લેવાશે : શિક્ષણ મંત્રી

એક ઓપ્શન એવો છે કે વિદ્યાર્થીઓને ઘરે જ પ્રશ્ન પેપર આપવામાં આવે અને શિક્ષકો દ્વારા તેને તપાસવામાં આવે. બીજાે એક ઓપ્શન એવો છે કે વિદ્યાર્થીને ખૂબ જ સિમિત માત્રામાં બેચ વાઇઝ સ્કૂલમાં બોલાવામાં આવે અને ત્યાં તેમની પરીક્ષા લેવામાં આવે.

અમદાવાદ: રાજ્યમાં કોરોના કહેર વચ્ચે પ્રાથમિક સ્કૂલો હજુ પણ ફિઝિકલ રીતે શરું નથી થઈ તેવામાં માસ પ્રમોશન માટેના અહેવાલો મીડિયામાં આવ્યા હતા. જાેકે રાજ્ય સરકારે આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું કે મહામારીના કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશનો આપવાનો તમેનો કોઈ વિચાર નથી.

રાજ્યના શિક્ષણ મંત્રી ચુડાસમાએ કહ્યું હતું કે, ‘આગામી શૈક્ષણિક વર્ગમાં વિદ્યાર્થીઓને પ્રમોટ કરવા પહેલા પરીક્ષાઓ લેવામાં આવશે. તેમણે આગળ કહ્યું કે, ‘ગુજરાતમાં ધો. ૧થી ૮ અને ૯ તેમજ ૧૧માં ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે અને સ્કૂલોએ જે ઓનલાઈન સિલેબસ ભણાવ્યો તે આધારે તેમની પરીક્ષાઓ રહેશે.

‘ ચુડાસમાએ કહ્યું કે, જાે આખો સિલેબસ કોરોના મહામારીના કારણે ઓનલાઇન ભણાવી ન શકાયો હોય તો વિદ્યાર્થીઓની પરીક્ષા જેટલો સિલેબસ ભણાવવામાં આવ્યો છે તેના આધારે લેવામાં આવશે. તેમણે કહ્યું કે, પરીક્ષા લેવા માટેના તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

જે પૈકી સૌથી વધુ સ્યુટેબલ રહેશે તે ઓપ્શન પર આગળ વધવાનું વિચારવામાં આવશે. એક ઓપ્શન એવો છે કે વિદ્યાર્થીઓને ઘરે જ પ્રશ્ન પેપર આપવામાં આવે અને શિક્ષકો દ્વારા તેને તપાસવામાં આવે. બીજાે એક ઓપ્શન એવો છે કે વિદ્યાર્થીને ખૂબ જ સિમિત માત્રામાં બેચ વાઇઝ સ્કૂલમાં બોલાવામાં આવે અને ત્યાં તેમની પરીક્ષા લેવામાં આવે.

જ્યારે ત્રીજાે ઓપ્શન ઓનલાઇન પરીક્ષાનો છે. જે સૌથી ઓછી શક્યતા ધરાવતો ઓપ્શન છે કારણ કે ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ પાસે ખૂબ જ મર્યાદિત સ્માર્ટફોન અને કોમ્પ્યુટરની સુવિધા છે કે જેના દ્વારા તેઓ ઓનલાઇન એક્ઝામ આપી શકે. પરીક્ષાઓ ક્યા પ્રકારે લેવી તે અંગે ઉચ્ચસ્તરીય બેઠક મળશે

જેમાં દરેક પક્ષ પોતાની વાત રાખશે. જેના આધારે જે સૌથી વધુ સ્વિકાર્ય વિકલ્પ હશે તેને અપનાવવામાં આવશે. ગુજરાત સેલ્ફ ફાઈનાન્સ્ડ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ ભરત ગાજીપરાએ કહ્યું કે ઓનલાઈન જે ભણાવવામાં આવ્યું છે તેને સાર્થક કરવા માટે પરીક્ષા તો લેવાવી જ જાેઈએ,

‘જાે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે તો પછી ઓનલાઈન શિક્ષણની વિશ્વનસનીયતા પર સવાલ ઉભો થશે. અહીં એ વાતનો ઉલ્લેખ કરી દઈએ કે વિદ્યાર્થીઓના વાલીઓ વતી અખીલ ગુજરાત વાલી મંડળે માગણી કરી હતી કે કોરના કાળમાં સ્કૂલો ફિઝિકલ રીતે બંધ જ રહી છે તેવામાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે. તેમણે દલીલ કરી હતી કે ઓનલાઈન ભણતર ગ્રામ્ય વિસ્તારોમાં તો ખૂબ જ સિમિત હતું તેવામાં પરીક્ષા લેવી યોગ્ય નહીં રહે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.