Western Times News

Gujarati News

બોપલમાં દિવાલ ધરાશાયી થતાં ચારના મોત

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ ઘટી છે. કોર્પોરેશન તંત્ર હાઈ એલર્ટ પર છે ત્યારે ગઈકાલે રાત્રે શહેરના બોપલ વિસ્તારમાં એક ફલેટની તોતીંગ દિવાલ ધરાશાયી થતાં બે બાળકો સહિત ચાર વ્યક્તિઅો મોત નીપજયા છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં મ્યુનિ. કોર્પો.ના અધિકારીઓ અને પોલીસ અધિકારી સ્થળ પર પહોંચી ગયા હતા.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદના પગલે અનેક સ્થળો પરપાણી ભરાઈ ગયા છે આ ઉપરાંત સંખ્યાબંધ સ્થળો પર ઝાડ ધરાશાયી થયા છે જાકે આ ઘટનાઓમાં કોઈ જાનહાની થઈ ન હતી આ દરમિયાનમાં શહેરના બોપલ વિસ્તારમાં નવા બની રહેલા સુંધા ફલેટમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહયું છે

ગઈકાલે રાત્રે શ્રમિકો કામ કરતા હતા ત્યારે સુંધા ફલેટમાં બનાવવામાં આવેલી તોતીંગ દિવાલ ધરાશાયી થઈ હતી. મોટો ધડાકો થતાં અન્ય શ્રમિકો દોડી આવ્યા હતા તોતીંગ દિવાલ ધરાશાયી થતાં તેની નીચે બે બાળકો તથા બે શ્રમિકો દટાયા હતાં અન્ય શ્રમિકોએ તોતીંગ દિવાલનો કાટમાળ ખસેડવાની કામગીરી કરી હતી.

બીજીબાજુ આ ઘટનાની જાણ પોલીસ વિભાગ તથા ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડના અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને તાત્કાલિક દિવાલનો કાટમાળ ખસેડી દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી અને બે શ્રમિક અને બે બાળકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડયા હતાં

જાકે ચારેયને સિવિલ હોસ્પિટલમમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલાં જ ચારેય વ્યક્તિઅો મોત નીપજયા હતાં આ ઘટનાથી શ્રમિકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદના પગલે કોર્પોરેશનની ટીમ એલર્ટ હતી શહેરમાં પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી અને કોર્પોરેશને બનાવેલો કંટ્રોલ રૂમનો ફોન પણ સતત રણકતો રહેતો હતો

ભારે વરસાદના પગલે બોપલ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ હોવાનું મનાઈ રહયું છે જાકે આ અંગે વધુ તપાસ કરવામાં આવનાર છે આ ઘટનામાં બિલ્ડરની બેદરકારી છે કે નહી તે અંગે પણ તપાસ કરવામાં આવશે તેવું જાણવા મળી રહયું છે. બોપલ વિસ્તારમાં બનેલી આ ઘટનાના પગલે કોર્પોરેશનનું તંત્ર સજ્જ બની ગયું છે આ વિસ્તારમાં અનેક નવી કન્સ્ટ્રકશન સાઈટો તથા બંગલા તોડી ફલેટો બનાવવામાં આવી રહયા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.