Western Times News

Gujarati News

ઓફલાઇન લેવાશે સીબીએસઈની પરીક્ષા, કાલે જાહેર થશે ટાઇમટેબલ

નવી દિલ્હીઃ સીબીએસઈના વિદ્યાર્થીઓઓ લાંબા સમયથી બોર્ડ પરીક્ષા  (CBSE Board Exams 2021)ની તારીખો જાહેર થવાની રાહ જોઈ રહ્યાં છે. હવે વિદ્યાર્થીઓની આતુરતાનો જલદી અંત આવવાનો છે. આવતીકાલ એટલે કે 31 ડિસેમ્બરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક સીબીએસઈ 10માં અને 12માં બોર્ડની પરીક્ષા  (CBSE 10, 12 Board Exams 2021 Datesheet)ની તારીખોની જાહેરાત કરશે. તો તેમણે આ પહેલા એક ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, પરીક્ષાનુ ઓનલાઇન આયોજન કરવામાં આવશે નહીં.

હકીકતમાં ખાનગી ચેનલ સાથે વાતચીતમાં શિક્ષણ મંત્રીએ કહ્યુ કે, કાલે પરીક્ષાની રૂપરેખા જણાવશે. તેમણે કહ્યું કે, ઓનલાઇન પરીક્ષાઓ ન યોજવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેવામાં ઓફલાઇન પરીક્ષાઓ કઈ રીતે લેવાશે અને તેની તારીખ શું હશે તેની જાહેરાત આવતીકાલે થઈ શકે છે.

શિક્ષણમંત્રીએ કહ્યું કે, સામાન્ય રીતે પરીક્ષાનું આયોજન કરવાનું વિચાર થઈ રહ્યો છે. શિક્ષણમંત્રીએ આ પહેલા કહ્યું હતું કે, સીબીએસઈ ધોરણ-10 અને 12માંના વિદ્યાર્થીઓએ પરીક્ષાની તારીખોને લઈ ચિંતિત થવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, સીબીએસઈ પરીક્ષાઓ શરૂ થવાના ઘણા સમય પહેલા ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.