Western Times News

Gujarati News

ભારતના તમામ નાગરિકોને કોરોનાની રસી મફત મળશેઃ હર્ષવર્ધન

નવી દિલ્હી, દેશભરમાં આજથી કોરોના વેકસીનની ટ્રાયલ રન શરૂ કરવામાં આવી છે અને દરેક રાજ્યમાં સ્થાનિક રાજ્ય સરકારો દ્વારા તેનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે. નાગરીકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Dr. Harsh Vardhan Reviewed the dry run of administering the #COVID19vaccine at GTB hospital, Delhi on Saturday.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને સવારે કામગીરીનું નિરીક્ષણ કરવા દિલ્હીની હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યુ હતું કે ભારત દેશના તમામ નાગરીકોને મફતમાં કોરોનાની રસી આપવામાં આવશે.

દેશભરમાં 96000 જેટલા માસ્ટર ટ્રેનરો તૈયાર કરવામાં આવ્યા છે. જે રાજ્યોમાં હેલ્થ વર્કરોને ટ્રેઈનીંગ આપવામાં આવી રહી છે. જે ચાર રાજ્યોમાં પહેલા ડ્રાયરન કરવામાં આવ્યો હતો. તેના અભિપ્રાયો લેવામાં આવ્યા છે અને બીજા રાજ્યોમાં ડ્રાય રન ચાલી રહ્યો છે.  દેશના 116 જિલ્લાઓને 259 કેન્દ્રો પર ડ્રાય રન ચાલી રહ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.