Western Times News

Gujarati News

સાતમા પગાર પંચની ભલામણોના આધારે કેન્દ્રીય કર્મીના પગાર વધશે

Files photo

નવી દિલ્હી: નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓના પગારમાં વધારો કરી શકે છે. આનો લાભ ૫૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓને મળશે. તે જ સમયે, લાખો પેન્શનરોને પણ લાભ મળશે. સાતમા પગારપંચની ભલામણોને આધારે આ વધારો કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે કોરોના મહામારીને કારણે અટવાયેલી આર્થિક પ્રવૃત્તિને કારણે ગત વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મળેલા મોંઘવારી ભથ્થા પર પ્રતિબંધ મૂક્યો હતો. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ૨૧ ટકાના દરે મોંઘવારી ભથ્થું મળે છે, પરંતુ હાલમાં તે ૧૭ ટકા મળી રહ્યું છે. કેન્દ્ર સરકારે આ વ્યવસ્થા જૂન ૨૦૨૧ સુધી કરી છે.

એવું માનવામાં આવે છે કે જૂન ૨૦૨૧ પછી સરકાર મોંઘવારી ભથ્થા પર રાહત આપી શકે છે. જાે આવું થાય, તો પગાર અને પેન્શન બંનેમાં વધારો થશે. મહત્વનું છે કે, ૧ જાન્યુઆરી અને ૧ જુલાઇએ કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થું વધારશે. કેન્દ્ર સરકાર પગાર વધારવા માટે તેની આગામી બેઠકમાં આ ર્નિણય લઈ શકે છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, નોન-ગેઝેટેડ અથવા બિન-રાજપત્રિત મેડિકલ સ્ટાફ માટે દર મહિને ઓછામાં ઓછા ૫૦૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવશે. તેમનો એચઆરએ, ડીએ અને ટીએ પણ વધી શકે છે.

જાે આ બધા મર્જ કરવામાં આવે તો વિવિધ હોદ્દા પર પાંચ હજાર રૂપિયાથી લઈને ૨૫ હજાર રૂપિયા સુધી પગારમાં વધારો થઈ શકે છે. મોંઘવારીના વધારાને કારણે સરકાર હેઠળ કામ કરતા લોકોના જીવનધોરણ પર કોઈ વિપરીત અસર ના થયા તેથી સરકાર નિયત સમયગાળા પર ડી.એની ચૂકવણી કરે છે. તમને જણાવી દઇએ કે, અત્યાર સુધીના વલણ મુજબ કેન્દ્ર સરકાર ૧ જાન્યુઆરી અને ૧ જુલાઈના રોજ મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. ૭માં પગાર પંચ અંતર્ગત આ વ્યવસ્થા લાગુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.