Western Times News

Gujarati News

ચાલુ સર્જરીમાં મહિલા દર્દી ગીતાના શ્લોકનું પઠન કરતા રહ્યા

સુરતમાં રહેતા દયાબહેન તેમના ટુવ્હીલર પરથી પડી ગયા હતા, તેમને ચક્કર આવ્યા અને બેભાન થઈ ગયા-સતત ત્રણ કલાક સુધી સર્જરી ચાલી હતી


અમદાવાદ, વિજ્ઞાન અને ટેક્નોલોજી આટલા આગળ વધી ગયા છે છતાં આજના યુગમાં પણ એવા કિસ્સા બને છે. જેને જાેઈને વૈજ્ઞાનિકો અને ડોક્ટરો પણ અવાક થઈ જાય છે. ગયા અઠવાડિયે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં ૩૬ વર્ષના એક મહિલાની મગજની સર્જરી કરવામાં આવી હતી.

ડોક્ટરોએ સર્જરીની શરૂઆત કરી ત્યાં ઓપરેશન થિયેટરમાંથી ગીતાના શ્વોક સંભળાવા લાગ્યા. ડોક્ટર વિચારમાં પડી ગયા. પછી ખબર પડી કે દર્દી પોતે ગીતાના પાઠ કરી રહ્યા છે. ડોક્ટરને આ બ્રેઈન અવેક સર્જરીમાં દર્દીનો સ્પીચ એરિયા તેમજ જમણીબાજુના હાથ-પગનું સંચાલન બચાવવાનું હતું તેથી ડોક્ટરે સર્જરી દરમિયાન દર્દીને કંઈક બોલતા રહેવા જણાવ્યું હતું. પણ બધાના આશ્ચર્ય વચ્ચે દર્દીએ સતત ગીતાના શ્લોકનું પઠન કર્યું.

સુરતમાં રહેતા દયાબહેન બુધેલિયા ૧૩મી ડિસેમ્બરે તેમના ટુવ્હીલર પરથી પડી ગયા હતા. તેમને ચક્કર આવ્યા અને બેભાન થઈ ગયા. તપાસ કરતા તેમને બ્રેઈન ટ્યુમર હોવાનું નિદાન થયું. અમદાવાદના જાણીતા ન્યુરો સર્જન ડો. કલ્પેશ શાહે તેમની સર્જરી કરી. ડોક્ટર કલ્પેશ શાહે અમને જણાવ્યું કે, “તેઓ છેલ્લા ૨૦-૨૧ વર્ષથી બ્રેઈન સર્જરી કરે છે. ૧૧-૧૨ વર્ષથી અવેક બ્રેઈન સર્જરી કરે છે અને તેમણે ૯૦૦૦ જેટલી આવી સર્જરી કરી છે.

પણ આટલા વર્ષોમાં તેમણે આવું ક્યારેય નથી જાેયું કે દર્દી સતત ત્રણ કલાક સુધી ઓપન સર્જરીમાં ગીતાના શ્લોકનું પઠન કરતું હોય”. તેમણે જણાવ્યું કે, “સર્જરીમાં થોડી પણ ચૂક થાય તો દર્દીને લકવો થઈ શકે અથવા તેની સ્પીચ હંમેશા માટે જઈ શકે તેમ હતી પણ દર્દીએ સતત ગીતાના શ્લોકનું પઠન કર્યું અને ઓપરેશન એકદમ સફળતાથી પાર પડ્યું. દર્દીને કોઈ તકલીફ થઈ નહીં. જ્યારે ટેક્નોલોજી અને સ્કીલની સાથે આધ્યાત્મિકતા અને સારી ભાવના ભળે છે ત્યારે આવું શક્ય બની શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.