Western Times News

Gujarati News

મેનેજમેન્ટ એક્સપર્ટ ભારતને નવી ઉંચાઇ પર લઇ જવામાં મોટી ભૂમિકા ભજવશે: મોદી

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના સંબલપુરમાં આઇઆઇએમના કાયમી કેમ્પસની આધારશિલા રાખી. આ દરમિયાન પોતાના સંબોધનમાં પીએમ મોદીએ વીડિયો કોન્ફ્રરેસિંગ દ્વારા કાર્યક્રમમાં જાેડાયા હતા તેમણે કહ્યું કે નવા દાયકામાં ઇન્ડીયાને નવી ઓળખ આપવી જાેઇએ. યુવાનોને પોતાના કેરિયરને નવી સંભાવના સાથે જાેડવાનો સંદેશ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સંબલપુર પોતે એક પ્રયોગશાળા છે.

પીએમ મોદીએ કહ્યું કે સંબલપુરી ટેક્સટાઇલ દેશ દુનિયામાં જાણિતી છે. દેશને નવી સંભાવનાઓ માટે તૈયાર રહેવું જાેઇએ. ૨૦૧૩ સુધી દેશમાં ૧૩ આઇઆઇએમ હતા પરંતુ હવે ૨૦ છે.

દેશના નવા ક્ષેત્રોમાં નવા અનુભવને લઇને નિકળી રહેલા મેનેજમેન્ટ એક્સપર્ટ ભારતને નવી ઉંચાઇ પર લઇ જવામાં મોટી ભૂમિકા ભજવશે. આ વર્ષે ભારતે કોવિડ સંકટ છતાં ગત વર્ષોની તુલનામાં વધુ યૂનિકોર્ન આપ્યા હતા. ગત દાયકામાં એક ટ્રેંડ દેશએ જાેયો, બહાર બનેલા મલ્ટી નેશનલ મોટી સંખ્યામાં આવ્યા અને આ ધરતીમાં આગળ પણ વધ્યા.

આજે આઇઆઇએમ કેમ્પ્સના શિલાન્યાસ સાથે જ ઓડિશાના યુવા સામર્થ્યને મજબૂતી આપનાર એક નવી શિલા પણ રાખવામાં આવી છે. આઇઆઇએમના કાયમી કેમ્પસ ઓડિશના મહાન સંસ્કૃતિ અને સંસાધનોની ઓળખ સાથે ઓડિશાને મેનેજમેન્ટ જગતમાં નવી ઓળખ આપશે.

પીએમ મોદીએ કહ્યું કે આજે લોકલને ગ્લોબલ બનાવવનો સમય આવી ગયો છે. આ શતાબ્દી ભારતની છે. આજે દુનિયા ભારત તરફ ઉત્સાહ સાથે જાેઇ રહી છે. આ સદી ભારતમાં નિર્માણની સદી છે. મોટાભાગના સ્ટાર્ટઅપ ટિયર ૨ અને ટિયર ૩ શહેરોમાં શરૂ થઇ રહ્યા છે જે એક મોટા પરિવર્તનની નિશાની છે. પીએમ મોદીએ કહ્યું કે તમારું પોતાનું નેટવર્ક કોઇપણ નવા કામના શરૂઆતમાં યોગદાન આપી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે કોરોના મહામારી દરમિયાન દેશએ નવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઘણા ક્ષેત્રોમાં ભારત આર્ત્મનિભર થયું છે. એન-૯૫ જેવા ગુણવત્તાપૂર્વક માસ્ક, સેનિટાઇઝર, પીપીઇ કીટ વગેરેમાં ક્રાંતિકારી કામ થયું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.