Western Times News

Gujarati News

મ્યુનિ. કમીશ્નરની ભૂલનો ભોગ શહેરીજનો બન્યા

File

ચર્ચાનો વિષય પ્રેઝન્ટેશનમાં દર્શાવેલ ર૦૯ પર કામ કરવાના બદલે પ્રસિધ્ધિમાં ઉચ્ચ અધિકારી વ્યસ્ત રહયા હોવાના આક્ષેપ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રાજય ના વડોદરા અને સુરતમાં મેઘમહેર ના પગલે પરિસ્થિતિ વણસી હતી તથા શહેરમાં ઠેર-ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.જેની સામે અમદાવાદમાં ૩૧ જુલાઈએ બે કલાકમાં માંડ બે-ત્રણ ઈંચ વરસાદ થયો હતો તથા વડોદરા અને સુરતની સરખામણીમાં પરિસ્થિતિ નિયંત્રણમાં રહી છે.

અ.નં. 

ઝોનનું 

પાણી ભરાવાના સ્પોટની સંખ્યા

૧ થી ૩ કલાક પાણી ભરાવાના સ્પોટની સંખ્યા

૩ થી ૬ કલાક પાણી ભરાવાના સ્પોટની

૬ કલાકથી વધારે ભરાવાના સ્પોટની સંખ્યા

ટૂંકાગાળા નો ઉપાય

લાંબાગાળા નો ઉપાય

રીમાર્કસ

1

ઉત્તર ઝોન 24 21 3 0 22 2 કેચપીટ સફાઈ તથા ડીશિલ્ટિંગ કરી લાંબાગાળામાં સ્ટોર્મ વોટર ડ્રેઈન નાંખીને

2

દક્ષિણ ઝોન 50 24 24 2 43 7 લાંભામાં ડ્રેનેજ નેટવર્કનું કામ ચાલુ સ્ટોર્મ નેટવર્કના ટેન્ડર સ્કુટીની હેઠળ
3 પૂર્વ.ઝોન 36 29 5 2 29 7 સુમીતનગર વસ્ત્રાલ, નર્મદા આવાસ કેચપીટ સફાઈ તથા લાંબાગાળામાં સ્ટોર્મ વોટર લાઈન તેમજ તથા ડીશિલ્ટીગ કરી
4 પશ્ચિમ ઝોન 30 29 1 0 28 02 કેચપીટ સફાઈ તથા લાંબાગાળામાં સ્ટોર્મ વોટર લાઈન તેમજ તથા ડીશિલ્ટીગ કરી
5 ઉત્તર ઝોન 25 25 0 0 20 5 કેચપીટ સફાઈ તથા ડીશિલ્ટીગ કરી તથા લાંબાગાળામાં સ્ટોર્મ વોટર નાંખવાના પેકેજ મંજુરીમાં
6 દક્ષિણ ઝોન 24 23 1 0 23 1 વેજલપુર શ્રીનંદનગર કેચપીટ સફાઈ તથા ડીશિલ્ટીગ કરી તથા લાંબાગાળામાં સ્ટોર્મ વોટર લાઈન નાંખવાના પેકેજ મંજુરીમા
7 મધ્ય ઝોન 20 18 2 0 12 4 ડેન્ટોનેટ પાઈપલાઈનની કામગીરી પ્રગતિ હેઠળ તેમજ શીશિલ્ટીગનીકામગીરીથી
કુલ 209 169 36 4 167 28

જેના પગલે હરખાઈ ગયેલા મ્યુનિ.કમીશ્નરે “સબ સલામત” ની આલબેલ પોકારી હતી તથા ર૦૧૮માં જે ર૦૯ સ્થળે પાણી ભરાયા હતા. તે પૈકી ૯૦ ટકા વોટર લોગીંગ સ્પોટ પર સંપૂર્ણ નિયંત્રણમાં છે. તેમજ માંડ ૧૮થી ર૦ સ્થળે જ વરસાદી પાણી ભરાવાની સમસ્યા રહેશે તેવા દાવા કર્યા હતા. મ્યુનિ. કમીશ્નરના સદ્દર દાવા માત્ર દસ દિવસમાં જ પોકળ સાબિત થયા છે.

તથા શનિવાર વહેલી સવારે થયેલ વરસાદમાં તંત્રની પોલ ખુલવાની સાથે-સાથે કમીશ્નરનું અભિયાન “ઓસરી” ગયું હતું. તથા “સબ-સલામત” ની આલબેલ પોકારનાર કમીશ્નરે છેલ્લા ચાર-પાંચ વર્ષના વરસાદી આંકડા ની દુહાઈ આપી હતી.

સ્માર્ટસીટી અમદાવાદમાં અબજા રૂપિયાના ખર્ચથી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામાં આવી છે. તેમ છતાં દર વર્ષે ત્રણ-ચાર ઈંચ વરસાદમાં જ ર૦૦ કરતા વધુ સ્થળે જળબંબાકાર થઈ જાય છે. મ્યુનિ. કોર્પોરેશન ચોમાસા પહેલા પ્રિ-મોન્સુન પ્લાનના નામે કરોડો રૂપિયા ખર્ચ કરે છે.

તથા ગટર લાઈન અને નવી પાઈપલાઈનો માટે પણ પ્રજાના રૂપિયાનો ધુમાડો થાય છે. તેમ છતાં વરસાદી પાણીનો ભરાવો અને રોડ ધોવાણની પ્રક્રિયા સામાન્ય બની ગઈ છે. મ્યુનિ.ઈજનેર અધિકારીઓએ તેમના પ્રેઝન્ટેશનમાં પણ ર૦૯ સ્થળે વરસાદી પાણી ભરાશે તે બાબત નો સ્વીકાર કર્યા હોવા છતાં કમીશ્નરે સ્વ-પ્રસિધ્ધિ માટે પ્રજા અને સતાધીશોને ગેરમાર્ગે દોર્યા હોવાના ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહયા છે.

મ્યુનિ. ઈજનેર વિભાગે પ્રિ-મોન્સુન એકશન પ્લાન તૈયાર કરતા પહેલા કમીશ્નર માટે પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું. જેમાં વરસાદી પાણી ભરાવાના સ્પોટ, નિકાલ નો સમયગાળો અને તેના માટે કરવા લાયક કામગીરીનો ઉલ્લેખ કરવામાં આવ્યા હતા. સદ્દર પ્રેઝન્ટેશનમાં અધિકારીઓએ એક થી ત્રણ કલાક ત્રણ છ કલાક અને તેથી વધુ સમય સુધી પાણી ભરાતા હોય તેમ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો.

બે-ત્રણ ઈંચ વરસાદમાં ઓછા સ્પોટ પર કે ઓછા સમયગાળા માટે પાણી ભરાયા બાદ પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત થયેલ કમીશ્નરે કુદરતે અસલ મિજાજ દાખવતા ભોય પર આવી ગયા છે. તેમ છતાં તંત્રની ભૂલ સ્વીકાર કરવાના બદલે કુદરતને જ દોષ આપી રહયા છે. જેને કેટલાક વક્રદ્રષ્ટિઓ “આત્મ-મુગ્ધતા” કહીને કટાક્ષ કરી રહયા છે.

મ્યુનિ.ઈજનેરખાતાએ જે ર૦૯ સ્પોટ ની યાદી આપી હતી તે પૈકી ૧૬૯ સ્પોટ પર એક થી ત્રણ કલાક પાણી ભરાય છે. જયારે ૩૬ સ્પોટ પર ત્રણથી છ કલાક પાણી ભરાય છે. જયારે ચાર સ્પોટ પર ૬ કલાક કે તેથી વધુ સમયગાળા માટે પાણી ભરાય છે. વરસાદી પાણી ભરાવાના ર૦૯ સ્પોટ પૈકી ૧૬૭ સ્પોટ માટે ટુંકાગાળા અને ર૮ સ્પોટ પર લાંબાગાળા નો ઉપાય જરૂરી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શનિવાર વહેલી સવારે થયેલ વરસાદ બાદ તંત્ર દ્વારા ૪૭ ઠેકાણે પાણી ભરાયા હોવાના દાવા કરવામાં આવ્યા છે. મ્યુનિ. કોગ્રેસ પક્ષના પૂર્વનેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુંં કે તંત્ર એ ૪૭ વોર્ડના બદલે ભૂલથી ૪૭ સ્પોટ લખ્યા હશે ! પ્રજાને છેતરી રહયા હોય તેમ લાગી રહયું છે. મુખ્ય રોડ પર ભરાતા પાણીની ગણત્રી કરવામાં આવી રહયા હોય તેમ છે.

તંત્રએ આંકડાની સાથે-સાથે ૪૭ લોકેશન ની યાદી જાહેર કરવી જાઈએ. તેથી તે સિવાયના વધુ લોકેશન અમે તેમને આપી શકીએ. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હોવા છતાં ૪૭ સ્પોટ નો ઉલ્લેખ થાય છે તે તદ્દન ખોટી બાબત છે શુક્રવાર સવારે લાંભા વોર્ડમાં રોડ બેસી ગયો હતો તેમ છતાં તે દિવસે રીપોર્ટ માં તેનો ઉલ્લેખ સુધ્ધા કરવામાં આવ્યો નથી. તેથી એ બાબત સ્પષ્ટ થાય છે કે સાચી માહિતી છુપાવીને “વાહ-વાહ” મેળવવા માટે ખોટી માહિતી આપવામાં આવી રહી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.