Western Times News

Gujarati News

બ્રિટનમાં AstraZeneca-Oxford vaccine આપવાનું શરૂ

લંડન: ભારતમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને દવા બનાવનારી કંપની એસ્ટ્રાજેનેકાની ભાગીદારીમાં વિક્સિત કોરોના રસી કોવીશિલ્ડ ના મર્યાદિત ઈમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી આપી દેતા સવાલ ઉઠી રહ્યા છે પરંતુ બ્રિટનમાં સોમવારે આ રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી રોયર્ટસના જણાવ્યાં મુજબ અહીં સૌથી પહેલા એક 82 વર્ષના વૃદ્ધને કોવીશિલ્ડની રસી આપવામાં આવી છે. બ્રાયન પિંકર નામના આ વડીલ ડાયેલિસિસના દર્દી છે જેમને ઓક્સફોર્ડ સ્થિત એક હોસ્પિટલમાં કોવિડ-19 વિરુદ્ધ દેશમાં વિક્સિત રસી આપવામાં આવી.

કોવીશિલ્ડને બ્રિટનના દવા નિયામક સંસ્થાએ 30 જાન્યુઆરીના રોજ મર્યાદિત ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી હતી. ત્યારે બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેન્કાકે કહ્યું હતું કે 4 જાન્યુઆરીથી ઓક્સફોર્ડની કોરોના રસી મૂકાવવાનું કામ શરૂ થઈ જશે. ઓક્સફોર્ડની આ રસી ખુબ સસ્તી છે અને તેને સામાન્ય ફ્રીજમાં રાખી શકાય છે. જેનાથી તેને લગાવવું સરળ છે. બ્રિટને પહેલેથી કોવિશીલ્ડના 10 કરોડ ડોઝના ઓર્ડર આપી રાખ્યા છે. આ બાજુ  અમેરિકી દવા નિર્માતા કંપની ફાઈઝરની રસી પણ લાખો બ્રિટિશ નાગરિકોને અપાઈ ચૂકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.