Western Times News

Gujarati News

બ્રિટનમાં દોઢ માસના લૉકડાઉનની જાહેરાત

લંડન, બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેન સામે અગમચેતી રૂપે વડા પ્રધાન બોરિસ જ્હૉન્સને દોઢ માસના લૉકડાઉનની જાહેરાત કરી હતી.

હાલ બ્રિટનમાં અગાઉના કોરોના સામે રક્ષણ આપતી રસી અપાઇ રહી છે ત્યાં કોરોનાના નવા સ્ટ્રેનનો ચેપ ફેલાવાનો શરૂ થયો હતો. એની અસર ભારતમાં પણ દેખાઇ હતી. ઇંગ્લેંડથી ભારત આવેલા મુસાફરોમાં પણ કોરોનાના નવા સ્ટ્રેનની અસર જોવા મળી હતી.

બ્રિટનમાં તમામ બિનજરૂરી દુકાનો અને  મોલ્સ બંધ રહેશે. હેર કટિંગ સલૂન, રેસ્ટોરાં વગેરેમાં પણ હાલ કોઇ પ્રવૃત્તિ નહીં થાય. જો કે રેસ્ટોરાં ટેક અવે સેવા ચાલુ રાખી શકશે. સોમવાર સાંજ સુધી ઇંગ્લેંડની હૉસ્પિટલોમાં  26, 626 દર્દીઓ હતા. ગયા સપ્તાહ કરતાં આ વધારો 30 ટકા જેટલો હતો.

વડા પ્રધાને કહ્યું હતું કે કોરોનાના નવા સ્ટ્રેન સામે અગમચેતી રૂપે દોઢ માસનો લૉકડાઉન લાદવાની ફરજ પડી હતી. સ્કૂલ કૉલેજના વિદ્યાર્થીઓ પણ ફેબ્રુઆરીના અંત સુધી કેમ્પસમાં પાછાં નહીં ફરી શકે. સોમવારે રાત્રે બોરિસ જ્હૉન્સને રાષ્ટ્રવ્યાપી પ્રવચન કર્યું હતું અને કહ્યું હતું કે દેશ અત્યારે બહુ મુશ્કેલ સંજોગોમાંથી પસાર થઇ રહ્યો હતો. કોરોનાના નવા સ્ટ્રેન સામે રક્ષણ માટે લૉકડાઉન લાદવાની સરકારને ફરજ પડી રહી હતી. લોકો આ મુદ્દો સમઝી શકશે અને સરકારના પ્રયાસોમાં સાથ સહકાર આપશે એવી આશા છે. દેશના દરેક વિસ્તારમાં કોરોના ઝડપભેર પ્રસરી રહ્યો હતો. એવા સમયે કડક પગલાં લેવા જરૂરી બની રહ્યાં હતા.

બાળકોનો અભ્યાસ ઓનલાઇન ચાલી શકે છે. અનિવાર્ય કામ સિવાય લોકોએ ઘરની બહાર નીકળવું નહીં એવી હેલ્થ વર્કર્સની સલાહ હતી. જીવન જરૂરી ચીજો ખરીદવા લોકો બહાર નીકળી શકે છે. એ સિવાય ઘરની બહાર નીકળશો નહીં. આ જાહેરાત કરવા અગાઉ વડા પ્રધાને એવો અણસાર આપી દીધો હતો કે કોરોના અને કોરોનાના નવા સ્ટ્રેન સામે કડક પગલાં ભરવા પડશે. એ સિવાય બીજો કોઇ વિકલ્પ રહ્યો નહોતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.