Western Times News

Gujarati News

BRTSનું ટાયર ફાટવાને કારણે થાંભલા સાથે અથડાઈ

અમદાવાદ, લોકોની સુખાકારી માટે દોડાવવામાં આવતી બીઆરટીએસ બસને વધુ એક અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં ડ્રાઇવર સહિત ચાર જેટલા મુસાફરોને ઈજા પહોંચી હોવાની માહિતી મળી છે. અકસ્માત બાદ બસના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો.

બસનું આગળનું ટાયર ફાટ્યા બાદ ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસ સીધી જ બીઆરટીએસના ટ્રેક વચ્ચે આવેલા ડિવાઇડર પર બનાવવામાં આવેલા સાઇન બોર્ડના પોલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જાેરદાર હતી કે બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સદનસિબે પોલ તૂટ્યો ન હતો નહીં તો મોટી જાનહાની થઈ શકતી હતી. આ બસ ઇસ્કોન બ્રિજ તરફથી શિવરંજની તરફ જઈ રહી હતી.

બસની આગળનું જમણી બાજુનું ટાયર ફાટવાને કારણે ડ્રાઈવરે ગાડી પરનો કાબૂ ગુમાવવી દીધી હતી. જે બાદમાં બસ ઈસરો બીઆરટીએસ સ્ટેશનની નજીક બીઆરટીએસ કોરીડોરમાં જ આવેલા એક થાંભલા સાથે અથડાઈ હતી. સદનસિબે બસમાં વધારે મુસાફરો ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. અકસ્માત બાદ બસને ટો કરીને સર્વિસ સેન્ટર ખાતે ખસેડવાની કામગારી શરૂ કરવામાં આવી હતી.

બસનું જે ટાયર ફાટી ગયું છે તેને જાેતા એવું લાગી રહ્યું છે કે તેની ગ્રીપ પૂરી થઈ ગઈ છે, એટલે કે તેનું આયુષ્ય ખતમ થઈ જવા આવ્યું હોવા છતાં તેનું સમારકામ કે બદલવામાં આવ્યું ન હતું. જાેકે, આ અકસ્માત માનવસર્જીન ભૂલને કારણે નથી થયો. ટાયર ફાટવાને કારણે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે આજથી બરાબર એક મહિના પહેલા અમદાવાદમાં એક બીઆરટીએસ બસને વિચિત્ર અકસ્માત નડ્યો હતો. બસ એક બ્રિજના પીલર સાથે અથડાઈ હતી, જેના પગલે બસના બે ફાડિયા થઈ ગયા હતા.

બીઆરટીએસ બસ અમદાવાદના અખબારનગર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તે અચાનક અન્ડર બ્રિજના પીલરની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. પીલર સાથે ટકરાતા જ બસનો મોરો ચીરાઈ ગયો હતો અને નાસભાગ મચી ગઈ હતી. જાેકે, બસમાં કોઈ મુસાફરો ન હતા. ડિસેમ્બરમાં થયેલા અકસ્માતમાં સદનસીબે બસ અથડાઈ ત્યારે બસમાં કોઈ મુસાફર ન હતા. અકસ્માતમાં બસના ડ્રાઇવર અને સુપરવાઇઝરને ઈજા થતાં બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.