Western Times News

Gujarati News

ટિ્‌વટરે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ હંમેશ માટે બંધ કર્યું

વૉશિંગટન: માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્‌વટરે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વ્યક્તિગત એકાઉન્ટ હંમેશ માટે બંધ કરી દીધું છે. અમેરિકન સંસદ પરિસરમાં થયેલી હિંસા બાદ ટિ્‌વટર તરફથી આવું પગલું ભરવામાં આવ્યું છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે તેને એ વાતનો ખતરો છે કે ટ્રમ્પ વધારે હિંસા ભડકાવી શકે છે.

આ પહેલા ટિ્‌વટરે ટ્રમ્પના એકાઉન્ટને ૧૨ કલાક માટે બંધ કરી દીધું હતું. એ સમયે ટિ્‌વટરે ચેતવણી ઉચ્ચારી હતી કંપની તેમનું એકાઉન્ટ હંમેશ માટે બંધ કરી શકે છે. આ પહેલા ફેસબુકે પણ બુધવારે બે નીતિગત નિયમના ઉલ્લંઘન બદલ ટ્રમ્પનું એકાઉન્ટ ૨૪ કલાક માટ બંધ કરી દીધું હતું.

ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગે ગુરવારે કહ્યુ હતુ કે અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપ્રમુખ જાે બાઇડનના શપથ ગ્રહણ સુધી વિદાય લઈ રહેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ નહીં કરી શકે. આ શપથ ગ્રહણ સમારંભ ૨૦મી જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવશે.

બુધવારે ટ્રમ્પના હજારો સમર્થકો યુએસ કેપિટલ (અમેરિકન સંસદ ભવન)માં ઘૂસી ગયા હતા. આ તમામ લોકોએ સંસદની કાર્યવાહીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે બંધારણીય પ્રક્રિયાના ભાગરૂપે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ જાે બાઇડનના જિતની પુષ્ટિ કરવાની પ્રક્રિયા કરવાની હતી. આ દરમિયાન ટ્રમ્પના સમર્થકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઘટનામાં ચાર લોકોનાં મોત થયા હતા. કેપિટલ બિલ્ડિંગમાં ઘૂસેલા લોકોને ટ્રમ્પે દેશભક્ત કહ્યા હતા.

ટ્રમ્પના સમર્થકો વચ્ચે ખૂબ જ લોકપ્રીય એપને ગૂગલે પોતાના પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે. ગૂગલના આવા પગલાં બાદ ટ્રમ્પના સમર્થકો આ એપને ડાઉનલોડ કે તેનો ઉપયોગ નહીં કરી શકે. ગૂગલ તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પાર્લર એપ્લિકેશન પરની સામગ્રી અમેરિકન કેપિટલમાં થયેલા હિંસા બાદ હિંસાને ઉત્તેજન આપી રહી હતી. સોશિયલ મીડિયા એપ્સ પર હિંસાને ઉત્તેજન આપતી સામગ્રીની દેખરેખ માટે કોઈ નીતિ હોય તે ખૂબ જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.