Western Times News

Gujarati News

શાળાઓમાં કોરોનાના ભયે હાજરી ખુબજ પાંખી રહેશે

Files Photo

અમદાવાદ: સોમવારથી ગુજરાતમાં શરું થનારી સ્કૂલો અને કોલેજાેને લઈને હજુ પણ વિદ્યાર્થીઓના વાલીઓ થોભો અને રાહ જુઓના મોડમાં છે. એક બાજુ સરકારને એવી આશા છે કે ૧૦ મહિના પછી શરું થનારી સ્કૂલોમાં ભણવા માટે મોટાભાગના વિદ્યાર્થીઓ જરુર આવશે

જ્યારે બીજી તરફ વાલીઓ અને વિદ્યાર્થીઓ હજુ પણ સાવચેતી રાખવાના મૂડમાં છે. આ વચ્ચે એવું માનવામાં આવી રહ્યું છે કે સ્કૂલો અને કોલેજાે ભલે ખૂલી જતી પરંતુ ક્લાસરુમમાં હાજરી તો પાંખી જ રહેશે. મોટાભાગે સોમવારથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખૂલી રહી છે. પરંતુ સામેની બાજુ આ વિદ્યાર્થીઓનો મોટાભાગનો કોર્સ ઓનલાઇન ક્લાસીસમાં જ પૂર્ણ થઈ ગયો છે. તેવામાં વિદ્યાર્થીઓ ભાગ્યે જ સ્કૂલમાં ફિઝિકલી આવવાનું પસંદ કરશે.

તો કોલેજાેમાં જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં છે તેમના માટે જ ક્લાસરૂમ અભ્યાસ ખૂલશે. જેને લઈને હાયર એન્ડ ટેક્નિકલ એજ્યુકેશનના સેક્રેટરી અંજુ શર્માએ જણાવ્યું કે ૭૦ ટકા વિદ્યાર્થીઓ કોલેજમાં જાેવા મળશે. જ્યારે સ્કૂલોની બાબતોમાં કરવામાં આવેલ સર્વેમાં માત્ર ૨૫ ટકા પેરેન્ટ્‌સ જ છે જેમણે પોતાના બાળકોને ક્લાસરુમમાં ફિઝિકલ અભ્યાસ માટે મોકલવાની ઇચ્છા દર્શાવી છે.

જાે આગામી દિવસોમાં વેક્સીન આવે અને કોરોનાની સ્થિતિમાં સુધાર આવે તો જ વધુ સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને સ્કૂલોમાં મોકલવા તૈયાર થશે તેવું લાગી રહ્યું છે. અમદાવાદ રુલરના શિક્ષણાધિકારી આરઆર વ્યાસે કહ્યું કે, અમદાવાદ ગ્રામ્યામાં પણ આવી જ સ્થિતિ જાેવા મળી રહી છે.

જેમાં પણ ૨૫ ટકા જ વાલીઓ પોતાના બાળકોને ૧૧ જાન્યુઆરીથી શરું થતી સ્કૂલોમાં મોકલવા તૈયાર છે. ૭૫૦૦૦થી ૮૦૦૦૦ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૨૦૦૦૦ વિદ્યાર્થીઓને જ તેમના વાલીઓ તરફથી સ્કૂલોમાં જવા માટેનું ન વાંધા પત્રક મળી શકે છે.’ તેમણે કહ્યું કે શહેરી વિસ્તારમાં પણ સ્થિતિ એક સમાન જ રહેશે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક સંઘના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું કે, ૪૦ ટકા કરતા વધારે વિદ્યાર્થીઓ સ્કૂલમાં ક્લાસરૂમ સ્ટડિઝમાં જાેવા મળશે નહીં.

બોર્ડના વિદ્યાર્થીઓના તો મોટાભાગના કોર્સ ઓનલાઈન ક્લાસીસમાં પૂરા કરી દેવામાં આવ્યા છે. તેમને જાે કોઈ ડાઉટ હશે તો તે જ દૂર કરવા માટે સ્કૂલે આવશે બાકી આવશે નહીં. બીજી તરફ સ્કૂલ અને કોલેજાેએ ફરી ખૂલવા સાથે કોરોનાને લઈને રાજ્ય સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન્સ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરનું ચુસ્તપણે પાલન કરવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.