Western Times News

Gujarati News

સુપ્રીમ કોર્ટની કેન્દ્રને લપડાક: કૃષિ કાયદા સામે સ્ટે આપ્યો, ચાર સભ્યોની સમિતિ રચી

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદાને લાગુ કરવા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. સર્વોચ્ચે કોર્ટે મંગળવારના રોજ આ ચુકાદો આપ્યો છે, સાથે જ આ કે કેસને આ વિવાદના નિરાકરણ માટે ચાર સભ્યોની સમિતિ રચી હતી. આ સમિતિ કૃષિ કાયદાની બંને બાજુ (લાભ અને નુકસાન)નો અભ્યાસ કરશે અને સુપ્રીમ કોર્ટને રિપોર્ટ આપશે.

સાંસદ તિરુચી સીવા તરફથી વકિલે કાયદો રદ કરવાની અપીલ કરી તો ચીફ જસ્ટિસે કહ્યું કે અમારી ધ્યાન પર લાવામાં આવ્યું કે દક્ષિણના રાજ્યમાંથી નવા કૃષિ કાયદાને સમર્થન મળી રહ્યું છે. જેના પર વકિલે કહ્યું કે, દક્ષિણમાં રોજ આ કાયદાની વિરુદ્ધમાં રેલી થાય છે. ચીફ જસ્ટીસે કહ્યું અમે કાયદો રદ કરવા તૈયાર છીએ. પરંતુ કોઈ લક્ષ્ય વિના નહીં.

હરીશ સાલ્વેએ કહ્યું કે 26 જાન્યુઆરીના કોઈ મોટો કાર્યક્રમ ના થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ જેના પર ચીફ જસ્ટીસે કહ્યું કે દુષ્યંત દવે તરફથી પહેલેથી કહેવાયું કે છે કોઈ જૂલુસ કે રેલી નહીં નીકળે. આ ઉપરાંત શીખ ફોર જસ્ટિસના પ્રદર્શનમાં સામેલ થવા પર આપત્તિ દર્શાવતાં કહ્યું કે આ સંગઠન ખાલિસ્તાનની માગ કરતું આવ્યું છે.

ચીફ જસ્ટીસે કહ્યું કે અમારી પાસે આવેદન છે જેમાં કહેવાયું છે કે પ્રતિબંધિત સંગઠન આ પ્રદર્શનમાં મદદ કરી રહ્યું છે. જો એવું હોય તો એવામાં કેન્દ્ર સરકાર આવતીકાલ સુધી સોગંધનામું રજૂ કરે. જવાબમાં એટર્ની જનરલ વેણુગોપાલે કહ્યું કે અમે સોગંધનામું પણ રજૂ કરીશું અને આઈબી રેકોર્ડ પણ આપીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.