Western Times News

Gujarati News

અમદાવાદમાં હવે માઈનસ 10 ડિગ્રી ઠંડીનો અનુભવ કરી શકાશે

વસ્ત્રાપુરમાં અમદાવાદ વન મોલમાં 20000 ચોરસ ફૂટમાં ફેલાયેલા સ્નો વર્લ્ડની શરૂઆત સાથે ઠંડીની મજા માણવા તૈયાર થઇ જાઓ

દેશના મોટા શહેરોમાં કામગીરીની સફળ શરૂઆત બાદ ખૂબ જ ભવ્ય પાર્ક – સ્નો વર્લ્ડ 18 જાન્યુઆરી, 2021ના રોજ વસ્ત્રાપુરમાં અમદાવાદ વન મોલમાં લોંચ માટે સજ્જ છે. અદ્ભુત ઇનડોર સ્નો પાર્ક બરફથી ભરપૂર જાદુઇ વિન્ટર વન્ડરલેન્ડ છે, જે 20000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. લોકો શહેરની મધ્યમમાં સમગ્ર વર્ષ દરમિયાન -10 ડિગ્રી સેલ્સિયસના ઠંડા તાપમાનની મજા માણી શકે છે. Experience the Chills at -10 Degrees as Snow World Launches in Ahmedabad

સ્નો વર્લ્ડ વિવિધ પ્રવૃત્તિઓ ઓફર કરે છે, જે દરેક વ્યક્તિના ચહેરા ઉપર ચોક્કસપણે સ્મિત લાવશે. મુલાકાતીઓ બરફમાં સ્વૂશનો અનુભવ કરી શકશે અને તેમના સ્કેટિંગ કૌશલ્યો દર્શાવી શકે છે અથવા 75 ફૂટ લાંબા ટોબોગનમાં મજા કરી શકે છે તેમજ અગાઉ ક્યારેય ન અનુભવેલા નેચરલ સ્નોફોલ અને અન્ય પ્રવૃત્તિઓનો આનંદ લઇ શકે છે.

તમારા પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવા માટેનું આ આદર્શ સ્થળ છે તેમજ સ્નો વર્લ્ડ લોકોને જોડવામાં હંમેશા ભાવનાત્મક ભૂમિકા ભજવે છે. તે અદ્યતન ટેક્નોલોજી અને ઇન્ટિરિયર્સ પ્રદાન કરે છે તથા સમગ્ર વર્ષ માટે ઇનડોર સ્નો સ્પોર્ટ્સ એડવેન્ચર સુનિશ્ચિત કરે છે. સ્નો વર્લ્ડ એક વિશિષ્ટ અનુભવ છે અને આકરી ગરમીથી બચવા માટેની ઉત્તમ પ્રવૃત્તિ છે.

આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં સ્નો વર્લ્ડના જનરલ મેનેજર – ઓપરેશન્સ – પરમજીત સિંઘ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “વર્ષમાં શિયાળાની મોસમની સૌથી આતુરતાથી રાહ જોવાય છે ત્યારે અમે અમદાવાદમાં ઠંડા સ્થળ તરીકે સ્નો પાર્કની રજૂઆત કરી છે.

અમે સમગ્ર વર્ષ માટે અમારા ઇનડોર સ્નો સ્પોર્ટ્સ પાર્ક દ્વારા વિન્ટર-થીમ આધારિત સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. વ્યાપક સંશોધન સાથે અમે ઇનડોર સ્નો વર્લ્ડની રજૂઆત કરી રહ્યાં છીએ. સ્નો વર્લ્ડ ભારતના અગ્રણી સ્નો થીમ પાર્ક્સ પૈકીનું એક છે અને હવે અમે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં અમદાવાદ વન મોલમાં તેની શરૂઆત કરી રહ્યાં છીએ.

અમે સ્નો વર્લ્ડને ભારતમાં સૌથી લોકપ્રિય એમ્યુઝમેન્ટ ડેસ્ટિનેશન બનાવવા ઇનોવેશનની હદોને વિસ્તારી છે. અમને આશા છે કે અમારા સખત પ્રયાસો સાથે અમે વિશિષ્ટ ઓફરિંગ્સ સાથે મહેમાનોને સરપ્રાઇઝ કરવા સક્ષમ રહીશું તથા મનોરંજનમાં સતત વધારો કરીને મહેમાનોને રોમાંચ પ્રદાન કરતાં રહીશું.”

ગ્રાહકો snowworldindia.comવેબસાઇટ ઉપર ટીકીટ્સની પહેલેથી ઓનલાઇન ખરીદી કરી શકે છે તેમજ તેમના પસંદગીના સમયની જાણકારી દાખલ કરી શકે છે અથવા કાઉન્ટર ઉપરથી પણ ટીકીટ્સ ખરીદી શકે છે. એક સેશન એક કલાકનું હોય છે ત્યારે તમે દરેક સેશનમાં ફ્રેશ સ્નોફોલ અનુભવી શકો છે. અહીં પાર્કા જેકેટ્સ સાથે હૂડ, બુટ્સ અને ગ્લવ્ઝ સેનિટાઇઝ કરવામાં આવે છે તથા દરેક ગ્રાહકોની સલામતી અને સ્વચ્છતાને ટોચની પ્રાથમિકતા અપાય છે.

તો, તમારા પોતાના શહેરમાં વિન્ટર વન્ડરલેન્ડમાં ફ્રીઝ થવા સજ્જ થઇ જાઓ કારણકે અમે -10 ડિગ્રીમાં તમને ઠંડી આપવા તૈયાર છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.