Western Times News

Gujarati News

રેમો ડિસૂઝા ધર્મેશ માટે છે સૌથી મોટા પ્રેરણાસ્ત્રોત

મુંબઈ: જ્યારે લોકો મને મારી જર્ની વિશે પૂછે છે ત્યારે તેને કેવી રીતે વિસ્તૃત કરવી તે મને સમજાતું નથી. હું હંમેશાથી માનતો આવ્યો છું કે, જાે તમે કોઈ વાતને લઈને જુસ્સો ધરાવો છો તો તેમા તમે નિષ્ણાત બનો જ છો. જ્યારે પણ મને કોઈ મારી જર્ની વિશે પૂછે છે ત્યારે હું અલગ ડેસ્ટિનેશન પર હોઉ છું અને તેથી ચોક્કસ જવાબ આપવો મુશ્કેલ બની જાય છે’, તેમ કોરિયોગ્રાફર-એક્ટર ધર્મેશ યેલાંડેએ કહ્યુ. જે ટૂંક સમયમાં એક ડાન્સિંગ રિયાલિટી શોમાં જજ તરીકે દેખાવાનો છે અને વેબ સીરિઝની સ્ક્રીપ્ટ પર પણ કામ કરી રહ્યો છે.

સ્ટ્રગલના દિવસોથી, હું મારી નિષ્ફળતામાંથી શીખતો આવ્યો છે અને સફળતા મળે ત્યાં સુધી રાહ જાેવાના બદલે મારી સ્કિલ પર કામ કરું છું. હું મારા જીવનમાં ઘણીવાર હાર્યો છે. પ્રામાણિકતાથી કહું તો, મેં કોઈ કસર છોડી નથી. મને લાગે છે કે, જ્યારે હું નિષ્ફળ ગયો છું ત્યારે કંઈક નવું શીખ્યો છું.

જેના કારણે મને મારા કરિયરને આકાર આપવામાં મદદ મળી, મારી સ્ટ્રગલ અને નિષ્ફળતાએ મને હંમેશા ફોકસ રાખતા શીખવ્યું. હું દરેક ઉભરતા ડાન્સર/કોરિયોગ્રાફરને હંમેશા એક નાનકડી સલાહ આપવા માગીશ કે, તમારા ક્રાફ્ટ પર ધ્યાન આપો. તમારી પ્રગતિમાં નિષ્ફળતા અને સફળતા તેમ બંનેને સામેલ કરો.

ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લેવાથી લઈને આર્ટિસ્ટના મેન્ટોર બનવું, ડાન્સ આધારિત ફિલ્મોમાં એક્ટિંગ કરવી તેમજ ડાન્સ દીવાને સીઝન ૩ના જજ બનવા સુધી, રોલરકોસ્ટર રાઈડ રહી. જાે કે, રેમો સર અને મારી જર્નીમાં દરેક અન્ય મેન્ટોર મારી પ્રેરણાસ્ત્રોત રહ્યા.

આ ઈન્ડસ્ટ્રીમાં ૧૦-૧૨ વર્ષ પસાર કર્યા બાદ, સોન્ગને કોરિયોગ્રાફ કરવામાં કેટલી મહેનત જાેઈએ તે વિશે હું જાણું છું. આજે પણ જ્યારે હું કોઈને ડાન્સ ફ્લોર પર જાેઉ છું, ત્યારે હું મારી જાતને તેમાં જાેઉ છું. આ જ બાબતથી હું તેમને વધારે ગાઈડ કરી શકું છું. સ્ટ્રીટ ડાન્સર ૩નું શૂટિંગ ખતમ કર્યા બાદ હું ગોવામાં થોડો સમય પસાર કરવા માગતો હતો. પરંતુ, હું ત્યાં ફસાઈ ગયો.

હું મારા ફ્રેન્ડના કોટેજમાં હતો અને મારો સામાન હોટેલમાં હતો. તેથી, જ્યારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે મારી પાસે એક જ જાેડી કપડા હતા. મારા ફ્રેન્ડે મને બીજી જાેડી આપ્યા. હું મારા માટે રસોઈ બનાવતો હતો, જાતે હેર કટ કર્યા હતા.

આ બધા કામે મને હું ચાલીમાં રહેતો હતો તે દિવસ યાદ અપાવ્યા. કેટલીકવાર, મુંબઈની ઝાકમઝોળ ભરેલા જીવનમાં તમે ખોવાઈ જાઓ છો. પરંતુ એકલા રહેવાના કારણે મને મારી જાત સાથે ફરીથી જાેડાણ કરવામાં મદદ મળી. હું સર્ફિંગ, પેરાગ્લાઈડિંગ, સ્વિમિંગ અને થોડું ઘણું ટ્રેકિંગ પણ શીખ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.