(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક તથા નડીયાદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક જી.એસ.શ્યાન તરફથી જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ ડીટેકટ કરવા સુચનાઓ મળેલ...
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા ની ઝઘડિયા ની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ છેલ્લા સાત દિવસથી બંધ રહેતા મુખ્ય પોસ્ટ...
ગુજરાતીઓ માટે હાલ એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. નવા ટ્રાફિકના નિયમોને લઇને થયેલા હોબાળો અને ભારે વિરોધ વંટોળ બાદ...
એક જમાનામં ટપાલીને મોઢું મીઠુ કરાવવાની પરંપરા હતી: આજે ટપાલી કે પોસ્ટમેન શબ્દ લુપ્ત થઈ રહયો છે: ટપાલ લખવાની પ્રથા...
આયુર્વેદની દ્રષ્ટિએ આપણને સતત ઉત્સાહીને ચેતનવંતુ રાખનાર છે જઠરાગ્નિ, વૈશ્વાનર, ભૂખ. આજે આપણને સાચી ભૂખ જ લાગતી નથી અને ભૂખ...
આણંદ: ક્રિકેટ સાઉથ આફ્રિકા(CSA)એ એશિયન બ્રાન્ડ અમૂલ સાથે સ્ટાન્ડર્ડ બેંક પ્રોટીઝના ઓફિશિયલ એશિયન પાર્ટનર તરીકે નવી ભાગીદારીની શરૂઆત કરી છે....
કલા અને સંસ્કૃતિ એટલે શું? કલા એટલે સુંદર મનોહર એવું નિર્માણ અને આપણા દેશની ભાતીગળ પ્રજાની ભાતીગળ પહેરવેશ, રહેણીકરણી, કલા...
પ્રેમની વસંત બારે માસઃ નિલકંઠ વાસુકિયા નદીમાં ખળ ખળ નિર્મળ નીર વહી રહ્યું છે અને ગ્રામજનો નદીના કિનારા પર આવી...
ભિલોડાના રંગપુર પાસેથી પસાર થતા હાઈવે પર ઓવરબ્રિજ બનાવવા રજૂઆત : અરવલ્લી જિલ્લા કલેક્ટરને રંગપુરના ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું અરવલ્લી જિલ્લામાંથી...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેર ક્રાઈમ બ્રાંચે બાપુનગરમાં દરોડો પાડીને કુખ્યાત બુટલેગરના ઘરમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઉપરાંત બુટલેગર...
હેલ્મેટના ખુલ્લેઆમ કાળાબજાર : બેકારી અને મોંઘવારીના કપરા સમયમાં નાગરિકો પીયુસીનું સર્ટિફિકેટ મેળવવા રઝળપાટ કરી રહયા છે તસવીરઃ જયેશ...
૧પ વર્ષ પહેલા ભરતી કરવામાં આવેલ ફાયર વોલીયન્ટર્સ ને દૈનિક રૂ.૩પ૦- પોલીયો વોલીયન્ટર્સને દૈનિક રૂ.૭પ ની સામે મેલેરિયા વોલીયન્ટર્સ ને...
પોલીસ અધિકારીઓએ આપઘાતની કારણ જાણવા પરિવારજનોની શરૂ કરેલી પુછપરછઃ રામોલમાં યુવકે ઝેર પીધું (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં આત્મહત્યાની વધતી...
સરખેજમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી રૂ.ર૦ લાખની કિંમતના દવા બનાવવાના કાચા માલની ચોરી : યુવકને લઈ ઘરે કામ કરવા આવેલી યુવતિએ ઘરમાંથી...
ડીફેન્સ લેન્ડનું બોર્ડ લગાવવાના મુદ્દે જવાનો સાથે અપમાનજનક વર્તન : પોલીસે સમય સૂચકતાથી ઘરમાં પુરેલા આર્મી જવાનને છોડાવ્યા (પ્રતિનિધિ) અમદાવાદ...
રીક્ષા ગેંગનો વધતો આતંકઃ પોલીસની કાર્યવાહી છતાં લુંટારા પર કોઈ અસર નહી (પ્રતિનિધિ) અમદાવાદ : શહેરમાં ત્રાસ ફેલાવતી વિવિધ રીક્ષા...
એક તરફ ભારતની આઝાદીનું આંદોલન ઊગી રહ્યું હતુ બીજી તરફ, ઉંમરની ચાલીસી પર થોડાંક ડગલાં વધુ દઈને પચાસના દાયકામાં પ્રવેશેલા...
(વિશ્વકર્માના એન.એસ.એસ.ના 100 થી વધુ સ્વયંસેવકોએ અને હોસ્ટેલ નાં વિધાર્થીઓ એ ૫૦૦ માનવ કલાક સ્વચ્છતા માટે સેવા દ્વારા પર્યાવરણ વંદના કાર્યક્રમમાં જોડાયા ) આપણે જાણીએ...
કુંડારીયા સહિતના આગેવાનોએ મહાઆરતી-વૃક્ષારોપણ કર્યું - પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટેનો સંદેશ અપાયો રાજકોટ, મંગળવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ...
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૦૦થી વધુ ડેંગ્યુના કેસો પાલનપુર, પાલનપુર તાલુકાના ગઠામણ ગામે શંકાસ્પદ ડેન્ગ્યુંથી એક કિશોરીનું મોત થતાં ગામમાં...
અમદાવાદ, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પણ હવે કેસલેસ થઇ રહી છે. દંડ વસુલ કરતી વેળા સાવચેતી રાખવામાં આવી રહી છે....
રાજ્ય સરકારે પીયુસી કઢાવવા ૩૦ સપ્ટેમ્બર સુધી સમય આપ્યોઃ ટ્રાફિક પોલીસની લૂંટને લઇ પ્રજાજનોમાં આક્રોશ અમદાવાદ, રાજ્યમાં સોમવારથી ટ્રાફિકના નવા...
રાજ્યમાં પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તળાવો ઉંડા કરવાના જળસંચય અભિયાનથી જળસંગ્રહશક્તિમાં વધારો ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું...
નવી દિલ્હી, આજના દિવસે માં નર્મદાના દર્શનનો અવસર મળવો, પૂજા અર્ચનાનો અવસર મળવો, મારી માટે ઘણું મોટું સૌભાગ્ય છે. આપણી સંસ્કૃતિમાં હંમેશા માનવામાં આવ્યું છે કે પર્યાવરણની રક્ષા કરીને પણ વિકાસ થઇ શકે છે. પ્રકૃતિ આપણી માટે આરાધ્ય છે, પ્રકૃતિ આપણું આભૂષણ છે. પર્યાવરણને સુરક્ષિત રાખીને કઈ રીતે વિકાસ કરી શકાય તેમ છે, તેનું જીવંત ઉદાહરણ હવે કેવડીયામાં જોવા મળી રહ્યું છે. એક તરફ સરદાર સરોવર બંધ છે, વીજળી ઉત્પાદનના યંત્ર છે તો બીજી તરફ એકતા નર્સરી, બટર ફ્લાય ગાર્ડન જેવી ઇકો પ્રવાસન સાથે જોડાયેલ ખુબ સુંદર વ્યવસ્થાઓ છે. આ બધાની વચ્ચે સરદાર પટેલજીની ભવ્ય પ્રતિમા જાણે આપણને આશીર્વાદ આપતી જોવા મળી રહી છે. હું સમજુ છું કે કેવડીયામાં વિકાસ, પ્રકૃતિ અને પર્યટનની એક એવી ત્રિવેણી વહી રહી છે, જે સૌની માટે પ્રેરણા છે. આજે જ નિર્માણ અને સર્જનના દેવતા વિશ્વકર્માજીની જયંતી પણ છે. નવા ભારતના નિર્માણના જે સંકલ્પને લઈને અમે આગળ વધી રહ્યા છીએ, તેમાં ભગવાન વિશ્વકર્મા જેવી સર્જનશીલતા અને મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવાની ઈચ્છા શક્તિ ખુબ જરૂરી છે. આજે જયારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, તો સરદાર સરોવર બંધ અને સરદાર સાહેબની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બંને તે ઈચ્છાશક્તિ, તે સંકલ્પશક્તિના પ્રતિક છે. મને વિશ્વાસ છે કે તેમની પ્રેરણાથી આપણે નવા ભારત સાથે જોડાયેલ દરેક સંકલ્પને સિદ્ધ કરીશું, દરેક લક્ષ્યને પ્રાપ્ત કરીશું. આજનો આ અવસર ખુબ ભાવનાત્મક પણ છે. સરદાર પટેલે જે સપનું જોયું હતું, તે દાયકાઓ બાદ પૂરું થઇ રહ્યું છે અને તે પણ સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાની આંખો સામે. આપણે પહેલી વાર સરદાર સરોવર બંધને આખો ભરેલો જોયો છે. એક સમય હતો જયારે 122 મીટરના લક્ષ્ય સુધી પહોંચવું એ જ બહુ મોટી વાત હતી. પરંતુ આજે 5 વર્ષની અંદર અંદર 138 મીટર સુધી સરદાર સરોવરનું ભરાઈ જવું, અદભૂત છે, અવિસ્મરણીય છે. આજનો દિવસ તે લાખો સાથીઓનો આભાર વ્યક્ત કરવાનો છે, જેમણે આ ડેમની માટે પોતાનું યોગદાન આપ્યું છે. તેવા દરેક સાથીને હું નમન કરું છું. કેવડીયામાં આજે જેટલો ઉત્સાહ છે, તેટલો જ જોશ સમગ્ર ગુજરાતમાં છે. આજે સરોવરો, તળાવો, ઝરણાઓ, નદીઓની સાફ સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં મોટા પાયા પર વૃક્ષારોપણ કાર્યક્રમ પણ છે. ગુજરાતમાં જ થઇ રહેલા સફળ પ્રયોગોને આપણે આખાય દેશમાં આગળ વધારવાના છે. ગુજરાતના ગામ ગામમાં જેઓ આ પ્રકારના અભિયાન સાથે દાયકાઓથી જોડાયેલા છે, એવા સાથીઓને હું આગ્રહ કરીશ કે તેઓ સંપૂર્ણ દેશમાં પોતાના અનુભવોને વહેંચે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રના તે ક્ષેત્રોમાં પણ માં નર્મદાની કૃપા થઇ રહી છે, જ્યાં ક્યારેક કેટ કેટલાય દિવસો સુધી પાણી નહોતું પહોંચી શકતું. તમે જયારે મને અહીની જવાબદારી સોંપી, ત્યારે અમારી સામે બેવડો પડકાર હતો. સિંચાઈની માટે, પીવા માટે, વીજળી માટે, ડેમના કામને ઝડપી કરવાનું હતું, બીજી તરફ નર્મદા કેનાલના નેટવર્કને અને વૈકલ્પિક સિંચાઈ વ્યવસ્થાને પણ વધારવાની હતી. પરંતુ ગુજરાતના લોકોએ હિંમત હારી નહી અને આજે સિંચાઈની યોજનાઓનું એક વ્યાપક નેટવર્ક ગુજરાતમાં ઉભું થઈ ગયું છે. વીતેલા 17-18 વર્ષોમાં લગભગ બમણી જમીનને સિંચાઈની હદમાં લાવવામાં આવી છે. સુક્ષ્મ સિંચાઈનો વિસ્તાર વર્ષ 2001માં માત્ર 14 હજાર હેક્ટર હતો અને માત્ર 8 હજાર ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો હતો. આજે 19 લાખ હેક્ટર જમીન સુક્ષ્મ સિંચાઈની હદમાં છે અને આશરે 12 લાખ ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો છે. આઇઆઇએમ અમદાવાદના અભ્યાસથી સામે આવ્યું છે કે સુક્ષ્મ સિંચાઈના કારણે જ ગુજરાતમાં 50 ટકા સુધી પાણીની બચત થઇ છે, 25 ટકા સુધી ફર્ટીલાઈઝરનો ઉપયોગ ઓછો થયો છે,...