Western Times News

Gujarati News

૨૯ દેશોમાં પહોંચેલો કોરોના વાયરસ આફ્રીકી દેશોમાં ન પહોંચી શક્યો

કેપટાઉન, કોરોના વાયરસ ચીન સહિત ૨૯ દેશોમાં ફેલાઈ ચુક્યો છે. અત્યાર સુધીમાં ૭૩,૩૩૫ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યાં છે. જ્યારે કોરોનાને લીધે ૧,૮૭૩ લોકોના મોત નિપજ્યા છે. ત્યારે આફ્રિકા એક માત્ર દેશ એવો છે જ્યાં કોરોના વાયરસ નથી પહોંચી શક્યો.એક રિપોર્ટ મુજબ લગભગ ૨૦ લાખ ચીની આફ્રિકામાં કામ ધંધા માટે વસવાટ કરે છે. આફ્રિકનો પણ અભ્યાસ અને વ્યાપાર માટે ચીન જાય છે. કેન્યાના એક સંશોધન કારનું કહેવું છે કે બની શકે છે કે આફ્રીકામાં કોરોના વાયરસના દર્દીઓ હોય, પરંતુ આપણે તેની જાણકારી ન મેળવી શક્યાં હોઈએ નવું બની શકે. કેમ કે ત્યાં સારી લેબની સુવિધા નથી. જોકે એક મીડિયા રિપોર્ટ મુજબ ઉૐર્ંના કહેવા પ્રમાણે પરિસ્થિતિ બદલાઈ ચુકી છે. ગત અઠવાડિયે ૧૨થી વધારે દેશો સેનેગલમાં મળ્યાં હતા અને તેઓ વાયરસની તપાસ કેવી રીતે કરી શકાય તે શીખ્યા હતા.

આફ્રિકાના મુખ્ય એરપોર્ટ તથા બંદરો પર સ્ક્રીનિંગ સુવિધા રાખવામાં આવી છે. ગત અઠવાડિયે આફ્રિકાના સિએરા લિયોનમાં ૩૦થી વધારે નાગરિકો પહોંચ્યા હતા. તે તમામને ફ્રીટાઉનમાં અલગ રાખવામાં આવ્યાં છે.
અહીંના સ્વાસ્થ્ય સુરક્ષા ડિરેક્ટર ડા. મો. એલેક્સ વેંડીનું કહેવું છે કે ચીનથી આવનારા તમામ લોકોને પહેલા ૧૪ દિવસ અલગ રાખવામાં આવે છે. આફ્રિકા કોરોના વાયરસ ફેલાવાના વાતાવરણની સરખામણીમાં ઘણું ગરમ છે. અત્યાર સુધીના અભ્યાસ મુજબ વિશેષજ્ઞોનું કહેવું છે કે ૩૦-૩૫ ડિગ્રીથી વધારે તાપમાનમાં તે જીવતા રહી શકતા નથી. ઉલ્લેખનીય છે કે ૨ દિવસ પહેલા મિશ્રમાં એક વિદેશી નાગરિકમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. જેને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તેની સ્થિતિ નિયંત્રણમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.