Western Times News

Gujarati News

વોશિંગ્ટન, અમેરિકાએ રેસિપ્રોકલ ટેરિફનો અમલ શરૂ કરતાં સમગ્ર વિશ્વના શેરબજારોમાં ગભરાટ ફેલાયો છે. અમેરિકામાં પણ મંદી અને મોંઘવારીનો ભય ઝળુંબી...

વોશિંગ્ટન, અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સલાહકાર ઇલોન મસ્કની નીતિઓનો વિરોધ કરવા માટે અમેરિકાના મોટાભાગના શહેરોની શેરીઓમાં હજારો લોકો ઉમટી...

હવે ઔડાની જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બોપલ-ઘુમામાં નર્મદાના નીર સપ્લાય કરશે-સવારે ત્રણ કલાક અને સાંજે એક કલાક નર્મદાનું પાણી મળશે...

(પ્રતિનિધિ) અમદાવાદ,  શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા ના ચોમાસા પહેલા નિવારણ કરવા મ્યુનિસિપલ શાસકો કટિબદ્ધ છે. જેના ભાગરૂપે દક્ષિણ...

શિયાળામાં વિદેશી પક્ષીઓ મોકર સાગરના બને છે મહેમાન : સ્થાનિક પક્ષીઓનું પણ વૈવિધ્ય મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક અને વ્યાયાવર પક્ષીઓની પ્રાકૃતિક જીવનને અસર ન પહોંચે તેની ખાસ કાળજી લેવા આપી સૂચના રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૦૦ કરોડના ખર્ચે  પોરબંદર નજીક મોકર સાગર જળપ્લાવિત ક્ષેત્રને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે : સ્થાનિક રોજગારીની તકો ઉભી થશે પોરબંદર તા.૬  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૦૦ કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહેલા પોરબંદર નજીક આવેલા મોકર સાગર જળપ્લાવિત ક્ષેત્રની મુલાકાત લીધી હતી.      મુખ્યમંત્રીશ્રીએ માનચિત્રના માધ્યમથી સમગ્ર પ્રોજેક્ટની ઝીણવટ ભરી જાણકારી મેળવી હતી. ઉપરાંત દૂરબીન માધ્યમથી મોકર સાગરનો નૈસર્ગિક નજારો પણ નિહાળ્યો હતો.  મુખ્યમંત્રીશ્રીએ પ્રસિદ્ધ માધવપુર ઘેડના મેળામાં સહભાગી થયા પૂર્વે મોકર સાગર ખાતે નિર્મિત થઈ રહેલા આ સમગ્ર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરતા ખાસ અને સ્થાનિક અને વ્યાયાવર પક્ષીઓની પ્રાકૃતિક જીવનને અસર ન પહોંચે તેની ખાસ કાળજી લેવા સૂચનાઓ આપી હતી. ઉપરાંત પ્રવાસીઓની અવર-જવરમાં વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર પ્રોજેક્ટના નિર્માણની સમયાવધિ અને પ્રવાસીઓ માટેની સુવિધાઓ વગેરેની પણ જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીને પ્રવાસન વિભાગના સચિવ શ્રી રાજેન્દ્રકુમારે નકશાના માધ્યમથી સમગ્ર પ્રોજેક્ટ, મોકર સાગર જળ પ્લાવિત ક્ષેત્રની વિશેષતાઓ, પક્ષીઓના વૈવિધ્યથી વિશે અવગત કર્યા હતા. મહત્વનું છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાઠી ખાતેથી મોકર સાગર જળપ્લાવિત ક્ષેત્રને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રોજેક્ટનું ઈ - ખાતમુહૂર્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, શિયાળાની ઋતુમાં યાયાવર પક્ષીઓ મોકર સાગરના મહેમાન બને છે. સાથે જ સ્થાનિક પક્ષીઓનું પણ એટલું જ અહીં વૈવિધ્ય જોવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા અહીં પક્ષી પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે વોચ ટાવર, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, વેટલેન્ડ પાર્ક, સ્થાનિકોને રોજગારી મળી રહે તે માટે ફૂડ કોર્ટ- કોમ્યુનિટી સેન્ટર વગેરે બનાવવાનું કામ પ્રગતિ હેઠળ છે. ઉપરાંત અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે. આ તકે પ્રવાસન મંત્રી શ્રી મુળુ ભાઈ બેરા, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ભૂતપૂર્વ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, શ્રી રમેશ પટેલ, ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દક્ષિણ ભારતનો પોષાક ધોતી પહેરીને PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા -વિકસિત ભારત તરફની સફરમાં...

માધવપુર મેળાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી માધવપુર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લાના માધવપુરમાં રામનવમી પર્વની સંધ્યાએ ભવ્ય માધવપુર મેળાનો પ્રારંભ કરાવ્યો...

(જૂઓ વિડીયો) રહેણાંક મકાનમાં ગોડાઉન બનાવી દેવાયું હતુ-મકાનમાં AC ગેસના બાટલાનો સંગ્રહ કરી રાખ્યો હતો  (એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ભીષણ આગની ઘટના...

રામ નવમી એ સનાતન ધર્મની આસ્થા, ભક્તિ અને સંસ્કૃતિનો પવિત્ર તહેવાર છે. જેથી તમામ ભક્તો તેમના પરિવારો સાથે પ્રેમ, શાંતિ...

સરદાર પટેલ, ત્રિભુવનદાસ  પટેલ, ઉદયભાણ સિંહજી, વૈકુંઠ મહેતા ના સમયથી ચાલતી સહકારી પ્રવૃત્તિને પ્રધાનમંત્રી-સહકાર મંત્રીએ વઘુ મજબુત બનાવી- દિલીપ સંઘાણી...

મુંબઈ, ફિલ્મ ‘દંગલ’માં કુસ્તીબાજ ગીતા ફોગાટની ભૂમિકા માટે પ્રખ્યાત ફાતિમા સના શેખે તાજેતરમાં ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા કે આમિર...

કેનબેરા, ઓસ્ટ્રેલિયાના મુખ્ય પેન્શન ફંડ સાયબર હુમલાનો શિકાર બન્યા છે. હેકર્સે ૨૦,૦૦૦થી વધુ ખાતાઓ સુધી અનધિકૃત પ્રવેશ મેળવ્યો અને લાખો...

લખનૌ, હાર્દિક પંડ્યાની ટી૨૦ ક્રિકેટમાં સૌપ્રથમ વખત પાંચ વિકેટની સિદ્ધી છતાં મુંબઈ ઈન્ડિયન્સનો હાઈસ્કોરિંગ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્‌સ સામે ૧૨...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.