Western Times News

Gujarati News

“પઠાણ” દેશભક્તિ વાળી ફિલ્મ છેઃ શાહરુખ ખાન

શાહરુખખાન-દીપિકાના ગીત પર થઈ રહ્યો છે વિવાદ

મુંબઈ,  લાંબા સમયથી શાહરુખ ખાન પોતાની કોઈ ફિલ્મ સાથે બોક્સ ઓફિસ પર પાછો આવી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે લીડ રોલમાં દીપિકા પાદુકોણ અને જાેન અબ્રાહમ પણ જાેવા મળશે. પરંતુ બોલિવૂડની અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મ પણ બોયકોટ ટ્રેન્ડનો શિકાર બની છે.

પઠાણ ફિલ્મના ગીત બેશરમ રંગ સામે લોકોને વાંધો પડ્યો છે અને હવે ફિલ્મનો જ બહિષ્કાર કરવાની માંગ ઉઠી રહી છે. આ દરમિયાન કિંગ ખાને પોતાના ટિ્‌વટર અકાઉન્ટ પર છજા સ્ી છહઅંરૈહખ્ત સેશન રાખ્યુ હતું જેમાં ૧૫ મિનિટ સુધી તેણે ફેન્સના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

અત્યારે શાહરુખ ખાન વિવાદોમાં ઘેરાયેલો હોવાને કારણે આ ટિ્‌વટર સેશન પર લોકોની ખાસ નજર હતી. શાહરુખ ખાન પોતાના મજાકિયા અંદાજને કારણે ઓળખાય છે. તેણે અહીં પણ પોતાના ફેન્સને મજાના જવાબ આપ્યા હતા. એક યુઝરે શાહરુખ ખાનને પૂછ્યું કે ઈંછજાજીઇદ્ભ સેશન હંમેશા ૧૫ મિનિટ માટે જ કેમ હોય છે.

શાહરુખ ખાને જવાબ આપ્યો કે, કારણકે દરેક વ્યક્તિને લોકપ્રિયતા માટે ૧૫ મિનિટની જ જરૂર હોય છે. આટલુ જ નહીં, શાહરુખ ખાનને જ્યારે ફિલ્મને લગતો એક પ્રશ્ન કરવામાં આવ્યો તો તેણે જવાબમાં કહ્યું કે, પઠાણ પણ દેશભક્તિ વાળી ફિલ્મ છે, પણ અહીં તે એક્શનના અંદાજમાં દર્શાવવામાં આવશે.

આ દરમિયાન એક યુઝરે શાહરુખ ખાનની લોકપ્રિય ફિલ્મો સ્વદેસ અને ચક દે ઈન્ડિયા યાદ કરી હતી. યુઝરે પૂછ્યું કે, હવે તમે સ્વદેસ અને ચક દે ઈન્ડિયા પ્રકારની ફિલ્મોમાં કામ કેમ નથી કરતા. તો શાહરુખે કહ્યું કે, બનાવી તો દીધી ફિલ્મો, હજી કેટલી વાર બનાવીએ.

જ્યારે શાહરુખ ખાનને પૂછવામાં આવ્યું કે, બોક્સઓફિસ પર પઠાનનું કલેક્શન કેટલું હશે તો તેણે જવાબ આપ્યો કે, હું પ્રેડિક્શન નથી કરી શકતો. હું માત્ર તમને મનોરંજન પૂરું પાડી શકુ છું અને તમારા ચહેરા પર સ્માઈલ લાવી શકુ છું. શાહરુખે પછી લખ્યું કે, હવે મારી ટીમ મને કામ માટે બોલાવી રહી છે. ફરી કોઈવાર વાતચીત કરીશું.

જેના પ્રશ્નો મિસ થઈ ગયા છે તે પ્લીઝ દુખી ના થતા. પિક્ચર હજી બાકી છે. તમારા પ્રેમ અને સમય બદલ આભાર. હવે થિએટરમાં મુલાકાત થશે.

તમને જણાવી દઈએ કે શાહરુખ ખાનની ફિલ્મ પઠાન આવતા વર્ષે ૨૫મી જાન્યુઆરીના રોજ રીલિઝ થશે. ફિલ્મનું ડાઈરેક્શન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જાેન અબ્રાહમ પણ લીડ રોલમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.